સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા સોમેશ્વર ચાર રસ્તા (Someshwar Cross roads in Piplod area) પાસે આવેલી ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ (Indian Oil Petrol Pump) ઉપર ગઈકાલે રાતે પેટ્રોલ ભરવા આવેલી શખ્સની કર્મચારી વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ થતા શખ્સ દ્વારા પેટ્રોલપંપ પર જ નોઝરથી પેટ્રોલ ઢોળી સળગાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી.
પેટ્રોલ પંપના કર્મચારીને માર મારવાનો પ્રયાસ સુરતમાં એક શખ્સે પેટ્રોલ પંપ ઉપર જ નોઝરથી પેટ્રોલ ઢોળી અને સળગાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. CCTV માં સ્પષ્ટ પણે જોઈ શક્ય છે કે,એક શખ્સ જેઓ વાઈટ પઠાણી કુર્તી પેહરી છે. તે પેટ્રોલ પંપ ઉપર આવે છે અને પાકીટમાંથી કંઈક વસ્તુઓ કાઢીને પેટ્રોલ પંપના કર્મચારીને માર મારવાનો પ્રયાસ પણ કર્યો છે. ત્યારબાદ તે શખ્સ હાથમાં નોઝરથી પેટ્રોલ જમીન ઢોળે છે. તેની સામે ત્રણ પેટ્રોલપંપ કર્મચારીઓ જોવા મળી રહ્યા છે. પરંતુ ત્યારબાદ ત્રણે શખ્સોએ આ શખ્સને પકડે છે.
વેસુ પોલીસે આ શખ્સને ડિટેન કરી આગળની કાર્યવાહી કરી વેસુ પોલીસે આ શખ્સને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ સમગ્ર ઘટનાને લઈને પેટ્રોલપંપના મેનેજર દ્વારા વેસું પોલીસ સ્ટેશનમાં (Vesu Police Station) ફરિયાદ નોંધવામાં આવી છે. વેસું પોલીસે આ શખ્સને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.