સુરત: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામની સીમામાં આવેલ પ્લોટ નબર 179,9 વાળી જમીનમાં નીલકંઠ રેસીડેન્સી નામનો પ્રોજેક્ટ સુરતના હસમુખ લક્ષમણ બેડ,મિલન મનસુખ પાભર અને પરેશ લેશું સરધારા નામના બિલ્ડરોને ગત તારીખ 28-07-2015 માં ધનરાજ ડેવલોપર્સ નામથી પેઢી બનાવી હતી જે અંતર્ગત નીલકંઠ ટાઉનશિપનું આયોજન કર્યું હતું.
ત્રણ બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો: આ ત્રણેય બિલ્ડરોએ રેસીડેન્સીયલ પ્રોજેક્ટ હેઠળ સાહેબના રહીશોને ફ્લેટ માલિક બનાવવાનું સ્વપ્ન દેખાડી કાવતરું રચીને ફરિયાદી દેવીલાલ સુથારને એક ફ્લેટ તથા અન્ય 76 ગ્રાહકો પાસે ફ્લેટ નું બુકિંગ લીધું હતું, આ બિલ્ડરોયો તેઓને ફ્લેટ સાટાખાત પણ કરી આપ્યા હતા અને ફ્લેટ હોલ્ડરોના નામ ઉપર એસ્પાઈર હોમ ફાઇનાન્સિયલ કોર્પોરેશન લિમિટેડ બેંકથી 7,61 કરોડથી વધુની લોન લીધી હતી, ત્યારબાદ આ લોન ની રકમ ધનરાજ ડેવલોપર્સ ભાગીદારી પેઢીના ખાતામાં જમા કરાવી ત્રણેય આરોપીએ આ રકમ ચેક દ્વારા ઉપાડી પોતાના પાઠ પર્સનલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી, અને ફ્લેટનું કામ અધૂરું મૂકી ફ્લેટનો કબજો અને વેચાણ દસ્તાવેજ કર્યા વગર જ ફરાર થઈ ગયા હતા, સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરતા ઓલપાડ પોલીસે ત્રણ બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો: Budget Session 2023 : ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 18,764.40 મેગાવોટ સાથે દેશમાં મોખરે
પોલીસે એક આરોપીની અટકાયત કરી: સુરત ગ્રામ્ય DYSP બી.કે વનારે જણાવ્યું હતું કે ઓલપાડ પોલીસ મથક ખાતે વર્ષ 2019માં ગુનો નોંધાયો હતો,ગુનાની હકીકત એવી છે સાયણ વિસ્તારમાં નીલકંઠ રેસીડેન્સી નામનો પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો,પ્રોજેક્ટમાં 280 ફ્લેટોની સ્કીમ હતી, અમુક લોકો પાસે થોડું પેમેન્ટ લઈને સાટાખત કરી આપવામાં આવી હતી,76 ફ્લેટ હોલ્ડરો છે તેમના સાટાખત આધારે આ કામના આરોપીઓએ બેંકમાંથી 7.61 કરોડથી વધુની લોન લીધી હતી,આરોપીએ લોન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી અને પર્સનલ ઉપયોગ કર્યો હતો,ત્યારબાદ કોઈને પણ ફલેટના દસ્તાવેજ કે કબજા સોંપ્યા ન હતા,જેને લઇને ઓલપાડ પોલીસે હસમુખ લક્ષમણ બેડ નામના આરોપીની અટક કરી છે અને તેઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.