સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં (Sachin GIDC area of Surat city) રહેતી 17 વર્ષીય કિશોરીનું ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં ગર્ભપાત (an illegal abortion in Surat) કરાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘરે જઈ અને કોઈક કારણોસર તે ઢાળી પતડતા કિશોરીની તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પરિવારે મૃત દેહને લઈ સ્મશાનમાં ગયા હતા. સ્મશાનમાં ડેટ સર્ટિફિકેટ માંગતા ડેટ સર્ટિફિકેટ ન હોવાને કારણે પરિવારે સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં (GIDC Police Station) આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
શું હતી ઘટના? સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી પોતાના બેન-બનેવી ને ત્યાં રહેતી હતી. કિશોરીને કોઈક યુવક જોડે પ્રેમ થઇ ગયો હતો. ત્યારે તે યુવકે આ કિશોરી જોડે સબંધ બાંધ્યો હતો. જે થકી કિશોરી ગર્ભવતી બની હતી. કિશોરી ને બે મહિના સુધી માસિકના આવતા તેણે સ્થાનિક મેડિકલમાંથી ગર્ભપાતની દવા લીધી હતી. છતાં ગર્ભપાત નહીં થતા સમગ્ર બાબત તેણે પોતાની બહેનને કરી હતી. ત્યારબાદ તેની બહેને સ્થાનિક ક્લીનીકમાં લઈ ગઈ હતી. તે દવાથી પણ કોઈ અસર ન થતાં અંતે ઉધનાની શ્રીજી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ગર્ભપાત કરાવ્યા બાદ કિશોરી ઘરે આવતા ઢળીપડી હતી.
કિશોરીનું ગર્ભપાત હોસ્પિટલમાં ડોક્ટરોએ ગેરકાયદેસર રીતે કિશોરીનું ગર્ભપાત કરાવ્યું હતું. અને ત્યારબાદ કિશોરીને રજા આપી દેવામાં આવી હતી. પરંતુ કિશોરી ઘરે આવતા જ ઢળી પડી હતી. પરિવારે કિશોરીને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાં ફરજ પરના ડોક્ટરે કિશોરીને મૃત જાહેર કર્યો હતો. પરિવારે ત્યારબાદ વિધિઓ પતાવી મૃત દેહને લઈ સ્મશાન ભૂમિ પહોંચ્યા હતા. સ્મશાન ઓફિસેથી ડેથ સર્ટિફિકેટ માંગવામાં આવ્યું હતું. પરંતુ તેમની પાસે ડેટ સર્ટિફિકેટ હતું નહીં. જેથી પરિવારે આખરે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
અંતે મૃત જાહેર પોલીસના પૂછપરછમાં સમગ્ર મામલો બહાર આવ્યો. પોલીસના પૂછપરછમાં સમગ્ર મામલો બહાર આવતા જ પોલીસે આ મામલે કુલ ત્રણ ડોક્ટર ઉપર ગુન્હો નોંધ્યો છે. સૌ પ્રથમ તો કિશોરી સૌપ્રથમ વખત ગર્ભપાતની દવા લેવા ગઈ હતી. ત્યાંના ડોક્ટરે પર નિયમ મુજબ પોલીસને જાણ ના કરી હતી. ત્યાંથી શ્રીજી હોસ્પિટલના તબીબો ઉપર અને અંતે મૃત જાહેર કરનાર ડોક્ટર ઉપર ગુન્હો દાખલ કર્યો છે કારણ કે, તેમણે પણ પોલીસની જાણ ન કરી હતી.
ગર્ભપાત રેકેટ બહાર પોલીસે આ મામલે દુષ્કર્મ કરનાર યુવક વિરુદ્ધ પણ ગુન્હો નોંધ્યો છે. આ મામલે પોલીસ દ્વારા શ્રીજી હોસ્પિટલ ના ડો.હિરેન જેઓ હોસ્પિટલમાં ગેર કાયદેસર રીતે ગર્ભપાત કરે છે. જેને લઈને જેને લઈને ગર્ભપાત રેકેટ બહાર આવ્યું છે.તે ઉપરાંત દુષ્કર્મ કરનાર યુવક વિરુદ્ધ પણ ગુન્હો નોંધ્યો છે.