- ગ્રામ્યમાં થોડા દિવસની રાહત બાદ ફરી કોરાનાના કેસ 100ની નજીક
- સુરત ગ્રામ્યમાં મંગળવારે 80 કેસ નોંધાયા
- માંગરોળમાં કોરોનાથી 01 દર્દીનું મોત
સુરતઃ ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસની રાહત બાદ ફરી કોરાના કેસ 100 નજીક પહોંચ્યો હતા. મંગળવારે ગ્રામ્યમાં વધુ 80 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમજ કોરોનાના કારણે 01 દર્દીનું મોત થયું હતું. મંગળવારે 163 દર્દીઓ સ્વસ્થ થયા હતા. ગ્રામ્યમાં હાલ 1293 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં કોરાનાના 62 નવા કેસ નોંધાયા
સૌથી વધુ કેસ ઓલપાડમાં નોંધાયા
મંગળવારે નોંધાયેલા કોરાના કેસની તાલુકા દીઠ વાત કરીએ તો ચોર્યાસી 00, ઓલપાડ 20, કામરેજ 02, પલસાણા 01, બારડોલી 17, મહુવા 17, માંડવી 18, માંગરોળમાં 05 કેસ નોંધાયા હતા અને માંગરોળ તાલુકામાં કોરોનાના કારણે 01 દર્દીનું મોત થયું હતું. હાલ ગ્રામ્યમાં કોરાના કેસનો આંક 31,354 પર અને મુત્યુઆંક 462 પર પહોંચી ગયો હતો. તેમજ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 29,599 પર પહોંચી છે.