ETV Bharat / state

74 સામુહિક દીક્ષા: સંયમનું આવું પર્વ સુરતવાસીઓ માટે નવલું નઝરાણુ બનશે - 74 સામુહિક દીક્ષા ઉત્સવ

સુરતમાં 25થી 29 નવેમ્બર દરમિયાન થનારા આ 74 સામુહિક દીક્ષા ઉત્સવ(74 Mass initiation ceremony ) માટે હાલ વેસુ બલ્લર હાઉસ ખાતે નિર્મિત અધ્યાત્મ નગરી,જ્યાં સણવાલ ના સંઘવી પરિવાર લાભાન્વિત ભવ્ય ઉપધાન ચાલી રહ્યાં છે તેજ નગરીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.છેલ્લા દોઢ મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે જે માટે 55 જેટલી વિવિધ કમિટી બનાવાઈ છે અને 500 જેટલા અધ્યાત્મ પરિવારના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. દેશ વિદેશથી ઉત્સવના સાક્ષી બનવા આવી રહેલા શ્રાવકો માટે ઉતારાની વ્યવસ્થા કરાઈ છે.

સંયમનું આવું પર્વ સુરતવાસીઓ માટે નવલું નઝરાણુ બનશે

author img

By

Published : Nov 9, 2021, 7:36 PM IST

Updated : Nov 10, 2021, 7:47 AM IST

  • સુરતના આંગણે સામુહિક દિક્ષાનો ઉત્સવ
  • સાકર અર્પણ કરીને કોઈપણ વ્યક્તિ દીક્ષાર્થીઓને અંતિમ વાયણા કરાવી શકશે
  • 4 લાખ સ્કવેર ફિટમાં અઘ્યાત્મ નગરીનું નિર્માણ અંદાજે 50,000 લોકો દીક્ષા નિહાળશે

સુરત : કંકોતરી લખાઇ ચુકી છે. ગામે ગામ, શહેર અને દેશભરમાં નિમંત્રણ પાઠવાઈ રહ્યા છે.સુરત સજ્જ થઈ ચૂક્યું છે, ત્યાગધર્મનો એક નવો આયામ રચવા માટે લોકોમાં પણ હવે ઇન્તેઝારી વધી રહી છે. સુરતમાં(Surat) 25 થી 29 નવેમ્બર દરમ્યાન થનારા આ 74 સામુહિક દીક્ષા ઉત્સવ (Diksha Utsav)માટે હાલ વેસુ બલ્લર હાઉસ( Vesu Buller House)ખાતે નિર્મિત અધ્યાત્મ નગરી,જ્યાં સણવાલ ના સંઘવી પરિવાર (Sanghvi family)લાભાન્વિત ભવ્ય ઉપધાન ચાલી રહ્યાં છે તેજ નગરીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સંયમનું આવું પર્વ સુરતવાસીઓ માટે નવલું નઝરાણુ બનશે
સંયમનું આવું પર્વ સુરતવાસીઓ માટે નવલું નઝરાણુ બનશે

દીક્ષા મસામહોત્સવની તૈયારીઓને આખરી ઓપ

શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ (Shantikanak Shramanopasak Trust)અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચન્દ્ર તથા સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા આ સિંહસત્વોત્સવમાં, ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તથા દીક્ષાધર્મ ના મહાનાયક ,સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપ્રાપ્ત જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્ય નીતરતી વાણીના પ્રભાવે થનારી 74 સામૂહિક દીક્ષા મસામહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

દોઢ મહિનાથી તૈયારીઓ માટે 55 જેટલી વિવિધ કમિટી બનાવાઈ

4 લાખ સ્કવેર ફીટના વેસુના બલર હાઉસમાં આધ્યાત્મીક નગરીનું નિર્માણ થયું છે. જેમાં 1.10 લાખ સ્કવેર ફિટમાં દિક્ષાનો મંડપ બનશે. 50,000 લોકોની બેસાડીને સાધર્મિકભક્તિ થઈ શકે તેવી એક, બીજી નગરી બની રહી છે. છેલ્લા દોઢ મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે જે માટે 55 જેટલી વિવિધ કમિટી બનાવાઈ છે અને 500 જેટલા અધ્યાત્મ પરિવારના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. દેશ વિદેશથી ઉત્સવના સાક્ષી બનવા આવી રહેલા શ્રાવકો માટે ઉતારાની વ્યવસ્થા કરાઈ છે.

અંદાજીત 15 થી 20 હજાર લોકો સાકર અર્પણ કરશે

દિક્ષાર્થીઓનાં સાર્થવાહ જૈનાચાર્યશ્રી યોગતિલકસૂરીજી મહારાજા નું આ મહામહોત્સવ અંગે અતિસૂક્ષ્મ શાસ્ત્રીય માર્ગદર્શન મેળવાયુ છે. દિક્ષાર્થીઓનાં અંતિમ વાયણામાં દિક્ષાર્થીઓ લોકો દ્વારા આપવામાં આવેલી સાકરનું પાણીથી અંતિમ વાયણા કરશે. પરિવાર સિવાય મોટાભાગે આ લાભ કોઈને મળતો નથી પણ સુરતમાં પહેલીવાર અન્ય લોકોને પણ આ રીતે દિક્ષાર્થીઓને વાયણું કરાવવાનો લાભ મળશે. તા-25 મી નવેમ્બરથી ત્રણ દિવસ સાકર સ્વીકારવામાં આવશે અને સાકર આપનારને સ્મૃતિભેટ અપાશે. અંદાજીત 15 થી 20 હજાર લોકો સાકર અર્પણ કરશે એવી સંભાવના છે. 10 હજાર ઘરોમાં જરૂરિયાતમંદોને અનુકંપા કિટનું વિતરણ કરાશે.

74 સિંહસત્વધરો સર્વસંગનો ત્યાગ કરશે

સુરતના બાળકોને,બાળસંસ્કરણ હેઠળ નિયમાવલી આપવામાં આવશે અને આ રીતે આરાધના કરનારા દરેક બાળકોનું બહુમાન કરાશે. ઉત્સવના છેલ્લા બે દિવસ ફ્રી બસ સેવાનો લાભ આપવામાં આવશે.ઉત્સવથી વંચિત ન રહી જાય એ હેતુથી આ આયોજન કરાયું છે. નોંધનીય છે કે પ્રભુવીર દીક્ષા કલ્યાણક કારતક વદ 10 ,29 નવેમ્બરે.74 સિંહસત્વધરો સર્વસંગનો ત્યાગ કરશે.

74 સામુહિક દીક્ષા મહામહોત્સવમાં જેમ ગુરુયોગે 34 વરસ પહેલા તે સમયની બહુ અઘરી ગણાતી CAની ડીગ્રી છોડી અને દીક્ષિત બન્યા હતા, તેમ દીક્ષાધર્મના મહાનાયક ગુરુયોગની વૈરાગ્ય વાણીથી આ કુશાગ્ર ડીગ્રીધારીઓ ભૌતિક ડીગ્રીને ફગાવી શાશ્વત સુખની, સાચી સંવેગની ડીગ્રી લેવા સિંહની જેમ મહાભિનિષ્ક્રમણ કરી રહ્યાં છે.

નામ ડીગ્રી
અમિષભાઇCA, CS (cs, inter રેન્ક હોલ્ડર)
કરણભાઇBE, સિવિલ એન્જિનિયર
શ્રેણિકકુમારBCA
પ્રિયેનકુમાર ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ
ભવ્યાકુમારીડોક્ટર
દિવ્યાકુમારી CS
રિનિકાબેનMBA
કિંજલકુમારીBBA
કરિશ્માકુમારીBFM
રેખાબેન M.com

ભૌતિક ડીગ્રીના કિનારે પહોંચી ડીગ્રી મેળવવા પણ ન રહ્યાં અને શાશ્વત સુખની ડીગ્રી- દીક્ષાની સાચી સમજ દીક્ષાધર્મના મહાનાયક ગુરુયોગની વાણીથી મળી તો છેલ્લી પરીક્ષા આપ્યા વગર જ આત્મપરિક્ષણના સાચા માર્ગે ચાલી નીકળ્યાં...

નામ ડીગ્રી
શ્રિયાકુમારી કોમ્યુટર એન્જિનિયરીંગ
અંકિતભાઇ (M.com) CA
વિનીતકુમાર BCA
શૈલ કુમાર CA
આજ્ઞાકુમારી CS

નેશનલ લેવલના ફૂટબોલ અને કબડ્ડીના ખેલાડી ભવ્યકુમારને ગુરુયોગની વાણીથી સંસારનું સ્વરુપ સમજાયું કે, સંસારમાં બધે જ આભાસી સુખની દોટમાં ફૂટબોલની જેમ અથડામણ અને સ્વાર્થ અને મતલબની કબડ્ડી જેવી રમત છે અને ચાલી નીકળ્યા રમતવગરની પરમાનંદની સંવેગની દુનિયામાં...

અભૂતપૂર્વ માહોલ સાથે ઉત્સવના આ આકર્ષણ કાયમી સંભારણું બનશે

દીક્ષા ઉત્સવ દરમિયાન અંતિમ રજોહરણપ્રદાન દિવસે કેશલૂંચનના અવસરનો માહોલ જિંદગીમાં ક્યારેય નિહાળ્યો નહિ હોય એવો હશે. અદભુત મહોલ માં કેશલુન્ચનની પળો આખી જિંદગી યાદ રહેશે. આ સાથે અઘ્યાત્મ નગરીમાં ચાર ગતિ બતાવતું અસાર સંસારચક્ર અકલ્પનિય રચનાવલી પણ સુરતવાસીઓ પ્રથમવાર નિહાળશે. તો બાલવાટિકામાં બાળકોનું ભરપૂર સંસ્કરણ પણ થશે. અતિભવ્ય કલાકૃતિ થી કંડારેલું કાચનું જિનાલય જોનારનું મન મોહી લેશે.

અનોખા અંદાજમાં વિદાય સમારંભોમાં દીક્ષાર્થીઓની જીવન દાસ્તાન રજૂ થશે

મહાપુરૂષોની દીલધડકાવતી જીવંત શૌર્યગાથાની ની કલાકારો દ્વારા પ્રસ્તુતિ, બાલવીર જૈનમ્ ની જીવંત દ્રશ્યાવલિ, કદી ના જોઇ હોય તેવી વરસીદાનયાત્રા હશે.સુરતની બહેનો સંયમના ગીતો 26 નવેમ્બરે બપોરે સાન્જી માં ગાશે. અનોખા અંદાજ માં વિદાય સમારંભોમાં દીક્ષાર્થીઓની જીવન દાસ્તાન રજૂ થશે. સદીઓને અજવાળતો આ અવસર જે ચુકી ગયા, તે ઘણું બધું ગુમાવ્યાનો અફસોસ કરશે એ ચોક્કસ છે એવો ત્યાગધર્મ નો નવો ઇતિહાસ સુરત નગરે આકાર લઇ રહ્યો છે.

આ પણ વાંંચોઃ RRU અને BISAG-IN વચ્ચે MOU- નિપુણ સોફ્ટવેરના માધ્યમથી ભારતીય સેના પ્રશિક્ષણ મેળવી શકશે

આ પણ વાંંચોઃ દિવાળીની રજાઓમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 1 લાખથી વધુ અને લેક ફ્રન્ટમાં 2 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા

Last Updated : Nov 10, 2021, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.