- સુરતના 5 ખેલાડીઓની વિજય હજારે વન ડે - ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી
- 8 ડિસેમ્બરથી મુંબઈ ખાતે રમાડવામાં આવશે
- વિજય હજારે વન ડે - ક્રિકેટ ટુર્નામેન્ટ મુંબઈ ખાતે રમાડવામાં આવશે
સુરત: સુરતના 5 ખેલાડીઓની વિજય હજારે વન ડે- ક્રિકેટ ટુર્નામેન્ટમાં(Vijay Hazare ODI Cricket Tournament) ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. BCCI દ્વારા આયોજિત વિજય હજારે વન ડે - ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં 8 ડિસેમ્બરથી મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ(Brabourne Stadium in Mumbai) BKC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન મેદાનમાં(Vijay Hazare ODI Cricket Tournament Mumbai) રમાડવામાં આવશે.આ ટુર્નામેન્ટ સવારે 09.00 કાલે શરૂ કરવામાં આવશે.
પાંચ ખેલાડીઓની પસંદગી
BCCI દ્વારા 8 ડિસેમ્બરથી વિજય હજારે વન ડે - ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં(vijay hazare trophy gujarat team) સુરતના પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
- ભાર્ગવ મેરાઈ જેઓ મિડલ ઓર્ડર બેસ્ટમેન છે તેમજ તેમણે અત્યાર સુધીમાં 63 રણજી ટ્રોફી, 36 વનડે અને 6 ટી-20 રમી ચુક્યા છે.
- ચિરાગ ગાંધી જેઓ મિડલ ઓર્ડર બેસ્ટમેન છે. તેમણે અત્યાર સુધીમાં 26 રણજી ટ્રોફી, 36 વનડે તેમજ 60 ટી-20 રમી ચુક્યા છે.
- મેહુલ પટેલ જેઓ પેસ બોલર છે. તેમણે અત્યાર સુધીમાં 18 રણજી ટ્રોફી, 16 વનડે અને 16 ટી-20 રમી ચુક્યા છે.
- હાર્દિક પટેલ જેઓ લેફ્ટ આર્મ સ્પીનર છે. તેમણે અત્યાર સુધીમાં 17 રણજી ટ્રોફી, 30 વનડે તેમજ 38 ટી-૨૦ રમી ચુક્યા છે.
આ ચાર અનુભવી ખેલાડીઓ ગુજરાત ટીમ તરફથી અગાઉ રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, તેમજ સૈયદ મુસ્તાક અલી ટી-20માં રમી ચૂકયા છે.
5. પાર્થ વાઘાણી જેઓ પેસ બોલર છે. તેમનો સૌપ્રથમ વખત ગુજરાતની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી ખેલાડીઓને અભિનંદન
આ તમામ ખેલાડીઓને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન(Surat District Cricket Association) ચીફ સિલેક્ટર સિનિયર મેહુલ પટેલ, હિરેન પટેલ, પ્રફુલ પટેલ, તેમજ હેડકોચ પ્રતિક પટેલ અને વિપુલ પટેલના દેખરેખ હેઠળ તાલીમ લઇ રહ્યા છે. આ તમામ ખેલાડીઓને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ બાલાસિનોરમાં 'ક્રિકેટ રમો અને મતદાર બનો' અંતર્ગત મતદાર યાદી સુધારા કાર્યક્રમ યોજાયો
આ પણ વાંચોઃ India New Zealand Test match: ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ફરી નંબર વન