- વાઇરસના લીધે વધુ 2 દર્દીના મોત
- સ્વસ્થ થયેલા દર્દીનો આંક 30 હજારને પાર
- ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી કોરાના કેસમાં ઘટાડો
સુરતઃ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી કોરાના કેસમાં ઘટાડો થવા લાગ્યો છે અને કોરાના કાબૂમાં આવી રહ્યો છે, આજે ગ્રામ્યમાં કોરાનાના માત્ર 48 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે વાઇરસના લીધે 2 દર્દીના મોત થયા હતા, આજરોજ વધુ 165 દર્દીઓએ કોરાનાને માત આપી હતી, હાલ 1,042 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે. ગ્રામ્યમાં કોરાના કેસનો આંક 31,534 પર અને મૃત્યુઆંક 467 પર પહોંચ્યો છે, જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 3,0025 પર પહોંચી ગઈ છે. આદિવાસી વિસ્તારમાં ગણાતા ઉમરપાડા તાલુકામા માત્ર 1 કોરાના કેસ મળ્યો હતો.
આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં રવિવારે 161 પોઝિટિવ કેસ નોંધાયા
તાલુુકાઓમાં નોંધાએલા કોરોનાના કેસ
જંગલોથી ઘેરાયેલો ઉમરપાડા તાલુકામાં શરૂઆતથી તાલુકામાં એકલ દોકલ કેસ મળી રહ્યા હતા, ત્યારે આજે પણ માત્ર કોરાનો 1 જ કેસ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકોઓની વાત કરીએ તો ચોર્યાસી 3, ઓલપાડ 12, કામરેજ 6, પલસાણા 9, બારડોલી 3, મહુવા 10, માંડવી 2, માંગરોળમાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે બારડોલી 1, મહુવા 1, દર્દીનું કોરાનાના લીધે મોત થયું હતું.