- ગ્રામ્ય ગુરૂવારે કોરાનાના 29 કેસ નોંધાયા
- કોરાનાના કારણે બારડોલીની 65 વર્ષીય મહિલાનો લીધો ભોગ
- હાલ ગ્રામ્યમાં 793 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
સુરતઃ ગ્રામ્યમાં ગુરૂવારે કોરાના વાઈરસના 29 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે સંક્રમિત દર્દીઓ સંખ્યા 31,765 પર પહોંચી ગઈ હતી. જ્યારે કોરાનાના લીધે બારડોલી તાલુકાની 65 વર્ષીય મહિલાનું મોત થતા મુત્યુઆંક 475 પર પહોંચી ગયો હતો. જ્યારે ગુરૂવારે વધુ 84 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થયા હતા. જેથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા
30,497 પર પહોંચી ગઈ હતી. હાલ ગ્રામ્યમાં 793 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બારડોલી તાલુકામા 8 કેસ નોંધાયા
સુરત જિલ્લામાં ગુરૂવારે એકપણ તાલુકામા 10થી વધુ કેસ નોંધાયા ન હતા. તાલુકા દીઠ વાત કરીએ તો ચોર્યાસીમાં 02, ઓલપાડમાં 03, કામરેજમાં 01, પલસાણામાં 03, બારડોલીમાં 08, મહુવામાં 08, માંડવીમાં 01, માંગરોળમાં 03 કેસ નોંધાયા હતા.
આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં બુધવારે કોરાનાના 37 કેસ નોંધાયા