- સુરતમાં 14 દિવસથી કોરોના પોઝિટિવ બાળકીનું અંતે મોત થયું
- સુરતમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી
- રેમડેસીવીર અને પ્લાઝમા આપવા છતાં ન બચી શકી બાળકી
સુરત: વરાછા વિસ્તારમાં સારવાર મેળવી રહેલી ડાયમંડ હોસ્પિટલમાં 14 દિવસની બાળકીનું મોત થયું છે. પુત્રીને હાથમાં લેવા માટે તરસી રહેલા માતા-પિતાની આંખો ત્યારે વરસી પડી જ્યારે જીવિત દીકરીને બદલે તેના મૃતદેહને હાથમાં લેવો પડ્યો હતો. બાળડી છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતી. સારવાર માટે તેને રેમડેસીવીર સહિત પ્લાઝમા પણ આપવામાં આવ્યા તેમ છતાં ડૉકટરો જીવ બચાવી શક્યા નહોંતા.
આ પણ વાંચો: સુરતમાં 14 દિવસના નવજાત શિશુનો કોરોનાએ લીધો ભોગ
14 દિવસથી કોરોના પોઝિટિવ બાળકીનું અંતે મોત થયું
સુરત નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલી 14 દિવસથી કોરોના પોઝિટિવ બાળકીનું અંતે મોત થયું છે. માતા-પિતા બાળકીનું નામ અશ્વિની બા પાડવાની ઇચ્છા હતી પરંતુ તેમની આ ઇચ્છા પૂર્ણ થઇ શકી નહોંતી. બાળકીને બચાવવા માટે નોન કોવિડ હોસ્પિટલે ખાસ વ્યવસ્થા પણ કરી. બાળકીની સ્થિતિ ગંભીર થતાં તેને વેન્ટીલેટર ઉપર મૂકવામાં આવી હતી. રેમડેસીવીર આપવા છતાં ડોક્ટર જીવ બચાવી શક્યા નથી જ્યારે બાળકીને પ્લાઝમાની જરૂરિયાત હતી ત્યારે સુરત શહેરના પૂર્વ મેયર જગદીશ પટેલે પ્લાઝમા ડોનેટ કરી જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.
ત્રણ નવજાત શિશુના મોત થઇ ચૂક્યા છે
બાળકીના સારવાર કરી રહેલા ડોક્ટર અને નર્સની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સુરત શહેરમાં જે રીતે છેલ્લા કેટલાક દિવસથી કોરોના ફેઝ 2 સંક્રમણ વ્યાપક અસર જોવા મળી રહ્યો છે. ત્યારે સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી રહી છે. 30 દિવસમાં દસ વર્ષ સુધીના 286 બાળકોને કોરોના થયો છે. જેમાં 14 દિવસની બાળકી સહિત ત્રણ નવજાત શિશુના મોત થઇ ચૂક્યા છે.
આ પણ વાંચો: સુરતમાં 11 દિવસની બાળકી કોરોના પોઝિટિવ આવતા રેમડેસીવીર ઈન્જેક્શન અપાયું
કોરોના પોઝિટિવ મહિલાએ બાળકીને કરાવ્યું હતું સ્તનપાન
સુરતમાં એક ગર્ભવતી મહિલાએ નવજાત બાળકને જન્મ આપ્યો હતો. આ મહિલાને નાના વરાછામાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે બાળકીને સ્તનપાન કરાવી રહી હતી. તે પછી બાળકીની માતાને કોરોના થયો હતો, જેનું સંક્રમણ 5 દિવસની બાળકીને થયું હતું. આ નવજાત બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની નોનકોવિડ ડાયમંડ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. મંગળવારે 11 દિવસની આ બાળકીને કોરોના વાયરસમાંથી બચાવવા માટે રેમડેસીવીર ઈન્જેક્શન આપી સારવાર શરૂ કરવામાં આવી છે. બાળકીને કોરોના થતા તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી.
હોસ્પિટલનો સ્ટાફ 11 દિવસની બાળકીની રાખે છે કાળજી
ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, 11 દિવસની બાળકીને કોરોનાથી બચવા હોસ્પિટલના ડોક્ટરો કિરણ હોસ્પિટલમાંથી રેમડિસીવીર ઈન્જેક્શન મેળવીને બાળકીને આપવામાં આવ્યું હતું. જોકે, બાળકીની માતા હાલ કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલનો સ્ટાફ 11 દિવસની બાળકીની કાળજી લઈ રહ્યો છે.