- સાબરકાંઠાની વિજયનગરની રાણી બોર્ડર સિલ
- કોરોના મહામારી મામલે લેવાયો નિર્ણય
- RT-PCR નેગેટિવ રિપોર્ટ ધરાવનારને જ મળશેે પ્રવેશ
સાંબરકાઠાઃ એક તરફ રાજસ્થાનમાં કોરોના કહેરમાં સત્તત વધી રહ્યો છે. ત્યારે ગુજરાતની તમામ બોર્ડર ફરી એકવાર સિલ થઈ રહી છે ત્યારે ગુજરાતની સાબરકાંઠાના વિજયનગરની રાણી બોર્ડર પર ચેકીંગ વધારી બોર્ડર સિલ કરાઇ છે. તેમજ RT-PCR નેગેટિવ રિપોર્ટ નહીં ધરાવનારને જે તે રાજ્યમાં ફરી મોકલવામાં આવી રહ્યા છે. રાજસ્થાન તેમજ ગુજરાત વચ્ચે આવેલી તમામ બોર્ડર ઉપર હાલમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. જે અંતર્ગત સાબરકાંઠાના વિજયનગરની રાણી બોર્ડર ફરી સિલ કરાઈ છે. જોકે 15 દિવસ અગાઉ પણ લોકડાઉન વધતા રાણી બોર્ડરને બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં લૉકડાઉન હોવાથી અંબાજીથી 6 કિમી દૂર આવેલી છાપરી સરહદ 24 મે સુધી સીલ
RT-PCR નેગેટિવ રિપોર્ટને પ્રાધાન્ય
હાલમાં બંને રાજ્યોની પોલીસ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જે તે મુલાકાતીનો RT-PCR રિપોર્ટ નેગેટિવ નહીં ધરાવનારને રાજ્યમાં ફરી મોકલવામાં આવશે. જોકે બંને રાજ્યોની એસટી બસોને પણ હાલ પૂરતી બોર્ડર પર આવેલા રૂટ બંધ કરાયા છે. તેમજ ખાનગી વાહનોને પોલીસ અને આરોગ્ય વિભાગે સઘન ચેકીંગ હાથ ધરી કોરોના મહામારી મામલે વધુ કડક પગલાં ઉઠાવ્યા છે.

જોકે આગામી સમય જ બતાવશે કે કોરોના સંક્રમણ ટાળવા માટે લેવાયેલો નિર્ણય કેટલો સફળ બની રહ્યો છે.
આ પણ વાંચોઃ રાજસ્થાન સરકારે સોમવારથી 14 દિવસના લોકડાઉનનો કર્યો આદેશ, રાજ્યની સરહદો પણ સીલ કરાશે