સાબરકાંઠાના હિંમતનગરમાં ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમ પૂર્વે પ્રધાન ગણપતસિંહ વસાવાએ મોતીપુરા સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરી શહેરના માર્ગોની સફાઇ કરી શ્રમદાન થકી સ્વચ્છતાનો સંદેશ નગરજનોને આપ્યો હતો.



ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, ગાંધીજીએ દેશવાસીઓને માત્ર અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ આપવાનું કામ કર્યુ નથી, પરંતુ તેની સાથે સમગ્ર દેશને સ્વચ્છતાના આગ્રહી બનાવી દેશને વિકસિત બનાવાની કલ્પના કરી હતી. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સ્વપ્નને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાકાર કરવા કટિબધ્ધ બન્યા છે ત્યારે ગામે ગામ અને શહેર-શહેર આ અભિયાનમાં સહભાગી બને તે જરૂરી હોવાનું ઉમેર્યુ હતું.