હિંમતનગરઃ સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી ગુરૂવારે વધુ બે દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં નવ મહિનાના બાળકથી લઈને એસી વર્ષથી વધુના ઉંમરના વ્યક્તિઓએ કોરોના સામે જીત મેળવી છે.
સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલના ક્વાટરમાં રહેતા 40 વર્ષીય સુરેશભાઈ રહેવર તેમજ હિંમતનગરના બેરણા ગામના 28 વર્ષીય વિમલભાઈ વણકરનો કોરોના વાઈરસનો રિપોર્ટ નેગેટીવ આવતા તેમને આજે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના અત્યાર સુધીમાં કોરોના વાઈરસના પોઝિટિવ 87 દર્દીઓ નોંધાયા છે જે પૈકી 36 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે. સાથો સાથ હજુ જિલ્લામાં બાકીના દર્દીઓની સારવાર ચાલી રહી છે.
જોકે હજુ જિલ્લામાં કોરોના વાઈરસ અંતર્ગત સરકાર દ્વારા જાહરે કરાયેલા ચોથા લોકડાઉનનું ઠોસ પાલન થાય તે જરૂરી છે.