સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રવિવારના રોજ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના ઠાકોર સમાજના શિક્ષણ વિકાસ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સાયન્સ આર્ટ્સ તેમજ કોમર્સમાં પ્રથમ 3 નંબર મેળવેલા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરાયું હતું.
તેમજ વિવિધ પરીક્ષાઓમાં 70 ટકાથી વધુ ગુણ મેળવેલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે એકઠા થયેલા આગામી સમયમાં કઈ દિશામાં લઈ જવું છે તેના પર ભાર મૂક્યો હતો. તેમજ સમાજના સૌથી મોટા દૂષણને દૂર કરવાની હાંકલ કરી હતી. સમાજમાં આજની તારીખે સૌથી મોટું દૂષણ તરીકે વ્યસનને ગણાવાયું હતું. તેમજ આગામી સમયમાં તમામ ખભેથી ખભો મિલાવી આગળ વધવાની વાત કરી હતી.
રવિવાર યોજાયેલા આ કાર્યક્રમમાં 70થી વધારે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ 30થી વધારે યુવકોને વિશેષ સન્માન કરી આગામી સમયમાં સમાજને વિકાસના માર્ગે આગળ લઈ જવા હાંકલ કરી હતી.