દંત્રાલમાં સ્થાનિક સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર.
બે તૃતિયાંશ બહુમતીથી થઈ હાર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ
સાબરકાંઠા : પોશીના દંત્રાલ ગામે એક સપ્તાહ પહેલા સ્થાનિક સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મામલે પોલીસ અને સ્થાનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જેના પગલે ફરીથી અવિશ્વાસનો પ્રસ્તાવ મામલે સ્થાનિક મામલતદારના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી. જેમાં સ્થાનિક સરપંચની હાર થઈ છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ છે.જોકે ગામમાં હાલના તબક્કે પણ અજંપા ભરી શાંતિ ફેલાય છે.
ચારથી વધારે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી
સાબરકાંઠાના પોશીના તાલુકાના દંત્રાલ ગામે એક સપ્તાહ બાદ સરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો હતો. જેના પગલે સમગ્ર વહીવટીતંત્ર દ્વારા દંત્રાલ ગામ પંચાયતમાં બેઠક યોજાઇ હતી. સ્થાનિક સરપંચ સહિત અન્ય લોકો દ્વારા અચાનક હંગામાની પરિસ્થિતિ નિર્માણ થતા બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. જેના પગલે ચારથી વધારે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે પોલીસે 6 રાઉન્ડ ફાયરિંગ તેમજ ચાર રાઉન્ડ ટીયરગેસના સેલ છોડી સમગ્ર પરિસ્થિતિને કાબુમાં કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી આ પરિસ્થિતિને ખાવા માટે વહીવટી તંત્ર દ્વારા ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ માટે સ્થાનિક મામલતદારના અધ્યક્ષ સ્થાને દંત્રાલ પંચાયતમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.
બે તૃતીયાંશ બહુમતીના પગલે સરપંચ ની હાર થઇ
જેમાં સરપંચ સામે બે તૃતીયાંશ બહુમતીના પગલે સરપંચ ની હાર થઇ હતી.સમગ્ર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી અજંપાભરી શાંતિની સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત યથાવત રહ્યો હતો. તેમજ હાલમાં પણ પોલીસ બંદોબસ્ત યથાવત રાખી સમગ્ર વિસ્તારમાં ફરી એક વખત શાંતિ સ્થાપવાના પ્રયાસ કરાયો છે.યોજાયેલી ચૂંટણી બાદ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ સર્જાયો છે. સાથોસાથ એક સપ્તાહ અગાઉ થયેલી જૂથ અથડામણમાં પોલીસે પણ સતર્કતા દાખવી ફરિયાદમાં નોંધાયેલા વ્યક્તિઓની અટકાયતનો સિલસિલો યથાવત રાખ્યો છે.જૂથ અથડામણ સહિત અન્ય કોઈપણ પ્રકારની ઘટના બન્યા સિવાય સ્થાનિક સરપંચના વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયો છે. ત્યારે જોઈ રહી છે કે, આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા પ્રચાર સર્જાય છે.
સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર
અવિશ્વાસ પ્રસ્તાવ માટે સ્થાનિક મામલતદાર ના અધ્યક્ષ સ્થાને દંત્રાલ પંચાયતમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરપંચ સામે બે તૃતીયાંશ બહુમતી નાપગલે સરપંચની હાર થઇ છે. છેલ્લા એક સપ્તાહથી પોલીસના ગામમાં ધામા છે. તેમજ પોશીના પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ અનુસાર વિવિધ વ્યક્તિઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરાઇ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આજે પણ યથાવત્ રહેતાં ગામમાં અજંપાભરી શાંતિ સર્જાઈ છે.સ્થાનિક સરપંચના અવિશ્વાસ પ્રસ્તાવ મામલે આગામી સમયમાં કેટલા અને કેવા પ્રત્યાઘાત પડે છે તે મહત્વના બની રહેશે.