સાબરકાંઠા: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડનો મામલો સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે પહોંચ્યો છે. ઉમેદવારોએ પેપર લીકનાં આરોપીઓને ફાસ્ટેક કોર્ટ થકી ઝડપી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક બાદ પણ પંચાયત સેવા પસંદગી મંડળ પેપર લીક કૌભાંડમાં સાબરકાંઠા જિલ્લો અવ્વલ જોવા મળ્યો છે.
ન્યાયની માંગ: એક તરફ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાર્થીઓ માટે વિશેષ તૈયારીઓની વાતો કરાતી હતી તો બીજી તરફ સતત 17 મી વખત પેપર લીક થતા પરીક્ષાર્થીઓ સહિત વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. જોકે આ મામલે વિદ્યાર્થીઓ માત્ર ન્યાયની અપેક્ષા કરી રહ્યા છે તેમજ આગામી સમયમાં આરોપીઓને કઠોળમાં કઠોળ સજા થાય તે માટે રજૂઆત કરી રહ્યા છે. જોકે એક તરફ લાખો વિદ્યાર્થીઓના સ્વપ્ન અધૂરા રહ્યા છે તો બીજી તરફ રાજ્ય સરકાર સામે પણ હવે પરીક્ષા લીકથી સમગ્ર આલમમાં રોષ વાપ્યો છે. પેપર લીક કૌભાંડ મામલે ઝડપાયેલા તમામ આરોપીઓ ને કઠોળમાં કઠોળ સજા થાય તે માટે વિનંતી કરતા નજરે પડ્યા છે સાથોસાથ પરીક્ષા દરમિયાન કરાયેલી તૈયારી મામલે ભારે રોષ સહિત ન્યાયની માંગ કરી રહ્યા છે.
સરકારની કામગીરી પર સવાલ: જોકે અગાઉના પેપર કાંડના આરોપીઓને હજુ સુધી કોઈ ચોક્કસ સજા થઈ શકી નથી. દિન પ્રતિદિન આવી ઘટના સામે આવી જતા પરીક્ષાર્થીઓના વિશ્વાસને ટકાવી રાખવા માટે આગામી સમયમાં પાયારૂપ ભૂમિકા ભજવાય તે સમયની માંગ છે. ત્યારે જોવું એ રહે કે આ મામલે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા કેવા અને કેટલા પગલાં ભરાય છે.
સાબરકાંઠાના પ્રાંતિજનું નામ આવ્યું: પેપર લીક કૌભાંડ મામલે પ્રાંતિજના વડરાડ ગમના હાર્દિક શર્માનું નામ ખુલતા ATS વિભાગે આરોપીની અટકાયત કરી છે. આરોપીના ઘરની મુલાકાત લેતા આરોપીના પરિવારજનો બે દિવસથી બહાર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. હાર્દિક અમદાવાદ નિકોલ ખાતે નર્સિંગ કોલેજ પણ ચલાવી રહ્યો હતો તે થકી 15 આરોપીમાં કેતન બારોટના સંપર્કમાં હતો. આ બાબતે બાબતે વડરાદ ગામના સ્થાનિક પૂર્વ સરપંચ સહિત પરીક્ષા આપનાર પરીક્ષાાર્થીઓ દ્વારા આરોપીઓની કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરાઈ છે.
આ પણ વાંચો Paper leaked Case:ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળું, 13 પેપર ફૂટ્યા બાદ સરકાર હવે ગૃહમાં કાયદો લાવશે
પરીક્ષા મોકૂફ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાં જુનિયર કલાર્કની ખાલી પડેલી જગ્યાઓ માટે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઇ તે પહેલા પેપર લિંક થયાના સમાચાર મળતા તાત્કાલીક ધોરણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી આવનાર 100 દિવસમાં પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ થકી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા હવે વારી વિમાસણ સર્જાય છે. અત્યાર સુધીમાં પોલીસે અલગ અલગ આરોપીઓની અટકાયત કરી છે ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજનું નામ વધુ એક વખત ખરડાયું છે. ત્યારે આ મામલે આરોપીના ઘરની મુલાકાત લેતા આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો Junior clerk exam paper leaked: ભાસ્કર સામે CBIએ ગુનો નોંધ્યો હોવા છતાં પરીક્ષા કેન્દ્ર યથાવત હતું
વિદ્યાર્થીમાં ભારે રોષ: આ મામલે સ્થળ તપાસ કરતા આક્ષેપ પ્રતિ-આક્ષેપ સામે આવ્યા છે. આ મામલે સ્થાનિક પૂર્વ સરપંચ સહિત પરીક્ષા આપનાર પરીક્ષાાર્થીઓ દ્વારા આરોપીઓની કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરાઈ છે. સાબરકાંઠાના હાર્દિક શર્માનું નામ સામે આવ્યું છે. મુળ પ્રાંતિજના વદરાડનો વતની છે. હાર્દિક શર્મા અને કેતન બારોટનો ખાસ મિત્ર હાર્દિક શર્મા પણ આરોપી છે. પ્રાંતિજના વદરાડનો હાર્દિક શર્માને અમદાવાદ નિકોલ ખાતેની નર્સિંગ કોલેજનો સહમાલિક છે. હાર્દીક શર્મા નર્સિંગ કોલેજોના નામે ગોરખ ધંધા કરાવતો હોવાનું સામે આવ્યું છે. કેતન અને હાર્દિક શર્મા વૈભવી મોજશોખના શોખીન છે. જો કે હાર્દિક શર્માનો પરિવાર બે દિવસથી મકાનને તાડા તાળું મારી નાસી છૂટ્યો હતો. પેપર લીક કાંડમાં પોલીસની ગીરફતમાં આવેલા આરોપી સામે વિદ્યાર્થીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે આવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને રૂ 5,000 જેટલો ખર્ચો થતો હોય છે. પેપર લીક થતાં પરિવારો સહિત વિદ્યાર્થીઓમાં સરકાર સહિત પંચાયત સેવા પસંદગી મંડળ સામે ભારે રોષ વ્યક્ત કરી યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી રહી છે.