સાબરકાંઠા: જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. જિલ્લામાં અત્યારે 260થી વધુ લોકો કોરોનાનો શિકાર બન્યા છે. તેમજ 70થી વધારે લોકો ગંભીર સ્થિતિમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ત્યારે સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ માસ્ક ન પહેરવા પર રૂપિયા 200થી લઇ પાંચસો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. જો કે, માત્ર એક જ દિવસમાં સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા બે લાખ થી વધુનો દંડ લોકોને ફટકારવામાં આવ્યો છે.
લોકોમાં માસ્ક પહેરવા અંગે જાગૃતતા આવે અને કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય તે માટે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે અને લોકો સામે કડક પગલા લઇને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તેમજ લોકોને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્શનું પાલન કરવા અંગે જણાવવામાં આવે છે.
સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા માસ્ક ન પહેરનારા લોકો પાસેથી એક જ દિવસમાં અઢી લાખનો દંડ વસૂલાયો
સાબરકાંઠામાં સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસને કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. જેથી માસ્ક પહેર્યા વીના નીકળેલા લોકો પર તંત્રએ લાલ આંખ કરી હતી. જેમાં તંત્ર દ્વારા એક જ દિવસમાં માસ્ક પહેર્યા વગરના લોકો પાસેથી અઢી લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.