સાબરકાંઠાઃ જિલ્લામાં હિંમતનગર ખાતે એસટી ઓબીસી સમાજની રેલી યોજાઇ હતી. તેમજ રેલી બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી એલઆરડી આ મામલે એસટી ઓબીસી સમાજને મેરીટમાં થયેલા અન્યાયના મુદ્દે ન્યાય મેળવવાની અપીલ કરી હતી. તેમજ પોતાની લાગણી અને માગણી રાજય સરકાર સુધી પહોંચાડવા આવેદનપત્ર પાઠવ્યું હતુ.
છેલ્લા 50 દિવસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડી મહિલાઓને થયેલ અને મામલે વિરોધ પ્રદર્શન તેમજ ધરણાં ચાલુ રહેશે, જે પગલે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું, તેમજ એલઆરડી મામલે થયેલ અને બુદ્ધિ ન્યાય મેળવવામાં કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે આ મુદ્દે રેલીની પરમિશન કેન્સલ કરાતા આખરે સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની લાગણી રાજ્ય સરકારને પહોંચાડવાની વાત કરી હતી તથા વિવિધ સમાજો વચ્ચે વિરોધાભાસ અને મેરીટમાં વિસંગતતા ને પગલે રેલી બાદ આગામી સમયમાં ગુજરાત ભરમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
જો કે, આગામી સમયમાં ગુજરાતમાં વધુ એક આંદોલન થાય તેવી પૂરી સંભાવના છે, ત્યારે રાજ્ય સરકાર આ મામલે કેટલા અને કેવા પગલાં ભરે છે એ તો સમય બતાવશે.