સાબરકાંઠા : જિલ્લા સહિત સમગ્ર ભારતમાં કોરોના વાઇરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે હજુ કેટલાક ગામડાઓમાં લોકો લોકડાઉનનું ચુસ્ત પાલન ન કરતા હોવાના કારણે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ લોકો લાકડાઉનનો પાલન કરે તેથી પ્રશાસન તંત્ર દ્વારા નિવૃત્ત આર્મીના જવાનોનો સહયોગ લેવામાં આવી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના 600થી વધારે ગામડાઓમાં પોલીસ બંદોબસ્તની સાથોસાથ હવે સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા જવાનો પણ પોતાની સેવા આપી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ ન જાળવાતા હવે નિવૃત્ત સેનાના જવાનો આ મુદ્દે કામે લાગ્યા છે. જે બાદ હવે જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ તેમજ તલોદના ગામડાઓમાં ચુસ્ત અમલ કરવાની શરૂઆત થઇ છે.