ETV Bharat / state

IAS Nitin Sagwan Attack Case : સાબરકાંઠામાં IAS અધિકારી પર હુમલો, ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર - કમિશનર પર હુમલો કરનારા આરોપીઓના રીમાન્ડ મંજૂર

મત્સ્ય ઉદ્યોગ કમિશનર આઈએએસ નિતીન સાગવાન પર હુમલો કરનારા ત્રણ આરોપીના બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. ગુરુવારે સાબરકાંઠાના વડાલીમાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર નિતીન સાગવાન જળાશય યોજનાની ગેરરીતિઓ મામલે તપાસ કરવા ધરોઇ ડેમ પર ગયાં હતાં જ્યાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

IAS Nitin Sagwan Attack Case : કમિશનર પર હુમલો કરનારા આરોપીઓના રીમાન્ડ મંજૂર, હુમલાની ઘટના વિગતે જાણો

author img

By

Published : Mar 9, 2023, 7:41 PM IST

Updated : Mar 9, 2023, 10:55 PM IST

વડાલી પોલીસે ત્રણ આરોપીઓના બે દિવસના રીમાન્ડ મેળવ્યાં છે

હિંમતનગર : મત્સ્ય ઉદ્યોગ કમિશનર નિતીન સાગવાન પર ધરોઇ ડેમ સાઇટમાં હુમલો કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેઓને વડાલી પોલીસે વડાલી કોર્ટમાં રજૂ કરતાં 3 આરોપીઓને બે દિવસના રીમાન્ડ પર સોંપવામાં આવ્યાં હતાં. આઈએએસ નિતીન સાગવાન ધરોઈ જરાશય યોજનામાં થયેલી ગેરરીતિઓની તપાસ અર્થે વડાલી ગયાં હતાં ત્યારે તેમના પર હુમલો થયો હતો.

હુમલાખોરોમાંથી ત્રણની ધરપકડ : મત્સ્ય ઉદ્યોગ કમિશનર નિતીન સાગવાન ધરોઈ જળાશય યોજનામાં કેટલાય વર્ષોથી ચાલતી ગેરરીતિ મામલે તપાસ કરવા ગયા હતાં. આ સમયે સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે વડાલી પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવાઇ હતી. વડાલી પોલીસે ઘટનાની ગંભીરત પારખીને ત્રણ આરોપીને દબોચી લીધાં હતાં. જેઓની ધરપકડ બાદ પોલીસે કોર્ટમાં રીમાન્ડ માટે માગણી કરી હતી. મત્સ્ય ઉદ્યોગ કમિશનર નિતીન સાગવાન પર હુમલો કરનારા અને રીમાન્ડ પર સોંપાયેલા આરોપીઓમાં નીલેશ હરિભાઇ ગમાર, દિલીપ ઉજમાભાઇ પરમાર અને વિષ્ણુ રેશમાભાઇ ગમારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો Ahmedabad Crime: સિંધુભવન રોડ પર કાર વડે પોલીસ પર જીવલેણ હુમલો કરનારો ઝડપાયો, 5 ફરાર

ગેરરીતિઓ વ્યાપક બની હોવાની ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઇ : સાબરકાંઠામાં સાબરમતી નદી પર બનાવાયેલા ધરોઈ જળાશય યોજનામાં કેટલાક સમયથી ગેરરીતિઓ વ્યાપક બની હોવાની ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઇ હતી જેની તપાસ માટે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કમિશનર નિતીન સાગવાન અન્ય અધિકારીઓ સાથે ગયાં હતાં.આઈએએસ અધિકારી પરના હુમલાના પગલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. જોકે વડાલી પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

કમિશનર પરના હુમલાના કેસમાં એફઆઈઆરમાં નોંધાયેલા આરોપીઓ

ધરોઇ જળાશય યોજનામાં ગેરરીતિ : સમગ્ર ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જરાશય યોજનામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ગેરરીતિઓ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત થતા ગુજરાત મત્સ્ય ઉદ્યોગના કમિશનર નીતિન સાગવાન ત્રણ દિવસ પહેલા ધરોઈ જરાશય યોજના ખાતે તપાસ માટે આવ્યા હતાં. જ્યાં તેમના ઉપર ગેરરીતિ આચરનારાઓએ અચાનક હુમલો કરતા તેવું ગંભીર રીતે ઘાયલ થયા હતાં. સ્થાનિક કક્ષાએ ગેરરીતિ કરનારાઓનું ટોળું એકઠું થઈ ગયું હતું અને અચાનક આરોપીઓએ એકસંપ થઈ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કમિશનર નિતીન સાગવાન સહિત ધરોઈ જરાશય યોજનાના જવાબદાર અધિકારીઓ ઉપર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જેના પગલે તેમને ગાંધીનગર હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં.

આ પણ વાંચો Singer Pawan Singh પર બલિયામાં સ્ટેજ શો દરમિયાન હુમલો

વડાલી પોલીસે આરોપીઓમાંથી ત્રણની ધરપકડ કરી : ઘટનાને લઇને વડાલી પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત માટેની તજવીજ હાથ ધરી હતી અને પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી.આ મામલામાં કુલ આઠેક લોકો હુમલો કરનારામાં હતાં. તેમાં અન્ય પાંચ જેટલા આરોપીઓની સામે નામજોગ ગુનો નોંધી તેમની સામે પણ તપાસ આદરી છે.

હુમલાનું કારણ શું : બુધવારે ડેમ સાંજે થયેલા હુમલાની પશ્ચાદભૂમિકા જાણવા મળે છે તે પ્રમાણે મત્સ્ય ઉત્પાદન માટે મળતી કરોડોની ગ્રાન્ટનો મામલો છે. ધરોઇ જળાશયમાં આવેલા માછલી ઉત્પાદન કેન્દ્ર માટેની કરોડોની ગ્રાન્ટ મળતી હોય છે. તે ગ્રાન્ટ બતાવાતી ન હતી. જળાશયના પાણી પ્રમાણે માછલી ઉત્પાદનનું પ્રમાણ જે હોવું જોઇએ તે સામે આવતું ન હતું. જેને લઇને ફરિયાદો મળતાં નિતીન સાગવાન બુધવારે સાંજે બોટ લઇને ડેમમાં મધ્યભાગમાં માછલીઓનું પ્રમાણ એકરદીઠ કેટલું છે તે ચકાસવા ગયાં હતાં. ત્યારે આ સમગ્ર ઘટના બની હતી.

મત્સ્ય ઉત્પાદનમાં ગેરરીતિની તપાસ હતી : બિનઆધિકારિક માહિતી પ્રમાણે જાણવા મળે છે કે આ સમયે આરોપીઓ પોતાની ગેરરીતિઓ ખુલ્લી પડી જવાના ભયે લાગતાવળગતા લોકો સાથે મળી મત્સ્ય ઉદ્યોગ કમિશનર નિતીન સાગવાનના પગના ભાગે બચકું ભરી હુમલો કર્યો. હતો. મત્સ્ય ઉત્પાદનમાં કરોડો રૂપિયાનો ગોરખધંધો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ગુડવીલ ધરાવતા ક્લાસ વન કેડરના અધિકારીની ફરિયાદ નોંધાઇ તે પહેલાં આ કેસના મુખ્ય આરોપી નંબર એક બાબુભાઈ પરમાર પોતાના પર હુમલો થયો હોવાનું જણાવતાં ગાંધીનગર અમદાવાદ હાઈવે પર આવેલી હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યો છે. મત્સ્ય ઉદ્યોગ કમિશનર નિતીન સાગવાન ઉપર હુમલો કરનારાઓ હાલમાં ભૂગર્ભમાં ઊતરી ગયા છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા આગામી સમયમાં આ મામલે આરોપીઓની ઝડપી લેવા વધુ કમર કસવી પડે તો નવાઈ નહીં.

Last Updated : Mar 9, 2023, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.