સાબરકાંઠાના ઇડરમાં મહા માણેકનું બિરુદ મેળવી ચૂકેલા અમિતાભ બચ્ચન બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમજ બોમન ઈરાની દ્વારા ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. જેના પગલે સ્થાનિકો સહીત મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે. સામાન્ય રીતે ઇડર ઈતિહાસિક હોવાની સાથો-સાથ બોલીવુડ તેમજ ગુજરાતી ફિલ્મો માટે મહત્વના દ્રશ્ય આપવા સમર્થ છે, જેના પગલે હવે બોલિવૂડ પણ ઇડર તરફ આકર્ષિત થયું છે.
મંગળવારથી આગામી ચાર દિવસ સુધી પ્રખ્યાત સ્ટાર્સનું ઇડર તેમજ આસપાસની વિવિધ જગ્યાએ શૂટિંગ થવાનું છે. જેના પગલે સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ ઇડરના સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ દિગ્ગજ કલાકાર હિતુ કનોડિયા સહિત ઈડરગઢ બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેવા સમયે ઈડરગઢ અને આસપાસની જગ્યાઓ તેમજ અરવલ્લીની હારમાળાઓ બોલિવૂડ માટે મહત્વના સ્થાન અને મહત્વના દ્રશ્યો આપી શકવા સમર્થ છે. અત્યારે આગામી સમયમાં આ ક્ષેત્ર પણ વિકાસ થાય તેવું મનાઇ રહ્યું છે.
જોકે આગામી સમયમાં આ ક્ષેત્ર કેટલો અને કેવો વિકાસ થશે તો સમય બતાવશે પરંતુ, આજની તારીખે બોલિવૂડના સ્ટારની એક ઝલક મેળવવા લોકોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ જામે છે. જોકે પોલીસ સહિત ખાનગી સિક્યુરિટીને પગલે કોઈપણ વ્યક્તિ કલાકારોને મળી શક્યો નથી.