- સાબરકાંઠાના ઈડરમાં સહકારી જિનમાં વિવાદ
- દુકાન બનાવી બારોબાર વેચયાના આક્ષેપ
- જરૂરિયાત વિના કોમ્પલેક્ષ બનાવતા વિવાદ
- જિન બચાવો કમિટી દ્વારા વિરોધ
સાબરકાંઠાઃ જિલ્લામાં ઈડરની ધરતી પરથી ભારતીય કિસાન સંઘની સ્થાપના થકી વર્ષો પહેલા ન્યાય મેળવવા માટે જવાબદાર બની હતી. ત્યારે ફરી એક વાર સાબરકાંઠાના ઇડરમાં હેલિકોપ્ટરની જમીન ઉપર સહકારી મંડળીઓ ખેડૂતો તેમ જ સભાસદોની મંજૂરી વિના કોમર્શિયલ બાંધકામ કરી બારોબાર વેચાણ કરાયા હોવાનું ખૂલ્યું છે, જેના કારણે સહકારી જિનમાં સમાવિષ્ટ 60થી વધુ સહકારી મંડળીઓ સહિત સભાસદોના ભારે વિરોધ કર્યો છે. ઈડર શહેરમાં આવેલી કોટન જિનની જમીન પર સ્થાનિક રાજકારણ કરનારા કમિટીઓની નજર પડતા સભાસદ કે સહકારી મંડળીઓનું સંપર્ક કર્યા વિના કોમર્શિયલ બાંધકામ થઇ રહ્યું છે. તેમ જ બાંધકામ પૂર્ણ થાય તે પહેલા એડવાન્સ પેટે પૈસા લઈ કરોડોની જમીન હડપ કરવાનો પ્રયાસ થયો છે.
અલગ અલગ નામથી વેચાણ શરૂ થયું
સાબરકાંઠાના 55 હજારથી વધારેના ચેરમેન તેમ જ સેક્રેટરીઓ હવે આ મામલે ભારે વિરોધ કરી રહ્યા છે. તો આગામી સમયમાં મામલે ચોક્કસ તેમ જ પગલાં ન લેવાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. જોકે, સૌથી મહત્ત્વની વાત એ છે કે, સહકારી જિનમાં કોઈ મોટો ખર્ચ કે બાકી રહેલું ન હોવા છતાં વ્યક્તિગત સ્વાર્થ માટે બાંધકામ કરી દુકાન બનાવી અલગ અલગ નામ થકી વેચાણ શરૂ થઈ છે ત્યારે સભાસદો સહિત ખેડૂતો આગામી સમયમાં આંદોલન કરી રહ્યા છે. જોકે, હાલના તબક્કે કોઈ ચોક્કસ કામગીરી આગળ વધે તે પહેલા સહકારી જિન બચાવો સમિતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આગામી સમયમાં ગાંધીનગર સુધી આંદોલનના મંડાણ થાય તેવી સંભાવનાઓ સર્જાય છે.
અત્યારે બધું નીતિનિયમ મુજબ થાય છે
હાલના તબક્કે ઈડરમાં સહકારી જિનમાં કશું ખોટું થઈ રહ્યું નથી કે કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. હાલના તબક્કે જે કંઇ થાય છે તે ધારાધોરણ અને તેમની નીતિ નિયમ મુજબ જ થાય છે અને આગામી સમયમાં મીટીંગ બોલાવી ચોખવટ કરાશે. જોકે, વિવિધ વિરોધાભાસ વચ્ચે શરૂ થયેલો આ ગજગ્રાહ આગામી સમયમાં કેટલો મહત્ત્વનો બની રહે છે. તેમ જ સહકારી રાજકારણમાં કેટલા અંશે નિર્ણાયક બની રહેશે એ તો સમય જ બતાવશે.
આ પણ વાંચો- 1252 નકલી RC BOOK સાથે રાજ્ય વ્યાપી કૌભાંડનો થયો પર્દાફાશ
આ પણ વાંચો- ડીસામાં ખોટા દસ્તાવેજ કરી કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ