હિંમનગરઃ સાબરકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડ ગુરૂવારથી કાર્યરત કરાતા જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાંથી 6000 ક્વિન્ટલ વધારે ઘઉંની ખરીદી કરાઈ છે. જેના પગલે ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
સાબરકાંઠા જિલ્લાની તમામ ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિઓને તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે વિવિધ માર્કેટોમાં 6,000 ક્વિન્ટલથી વધારે ઘઉંની ખરીદી થઈ છે. આ સાથે જ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
માર્કેટયાર્ડ કાર્યરત થતાં જ હિંમતનગર યાર્ડમાં 1800 કિવન્ટલ, તલોદમાં 1881, ઇરડમાં 1630, ખેડબ્રહ્મામાં 500, વડાલીમાં 269, પ્રાંતિજમાં 150 જયારે વિજયનગરમાં 80 એમ મળી કુલ 6310 કિવન્ટલ ઘંઉની આવક નોંધાઇ હતી. જ્યારે 291 કિવન્ટલ એરંડાની આવક અને 17 કિવન્ટલ રાયડોની ખરીદી કરાઇ હતી. સાથો સાથ ખેડૂતોએ કપાસ, ચણા અને 192 કિવન્ટલની અન્ય ખેત પેદાશોનું વેચાણ ખેડૂતોએ કર્યુ હતું.
આ સાથે કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે રીતે સીધી હરાજી કામગીરી શરૂ કરાઇ હતી. જે કોરોના વાઈરસ અંતર્ગત મહત્વની બાબત બની રહી હતી. જોકે, કોરોના વાઈરસ અંતર્ગત સંક્રમણની વધતી જતી સંખ્યા સામે આગામી સમયમાં માર્કેટ યાર્ડની પરિસ્થિતિ મહત્વની બની રહે છે, ત્યારે વહીવટી તંત્રના ઠોસ પગલાં અતિ આવશ્યક બની રહેશે.