સાબરકાંઠા: અરવલ્લી જિલ્લાની સરહદ ઉપર ઇડર તાલુકાનું ઝૂમસર ગામ આવેલું છે. 2004માં તળાવથી આગળ 80 ફુટ લાંબા ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. જે તળાવની ઊંચાઈ કરતાં ત્રણ મીટર વધારે ઊંચો બાંધવામાં આવ્યો હતો. જોકે, હવે આ ચેકડેમ સમગ્ર ગામ માટે પરેશાનીનો પર્યાય બન્યો છે. સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં છેલ્લા એક સપ્તાહમાં થયેલા અતિ ભારે વરસાદના પગલે તળાવ પૂર્ણ સપાટીએ ભરાઇ ગયું હતું. જે પછી પાણી સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોની જમીન ઉપર ફળી વળ્યાં છે. જેના પગલે હવે ખેડૂતો માટે ભારે પરેશાનીની શરૂઆત થઈ છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા આ મામલે ટૂંક સમયમાં નિર્ણય ન લેવાઇ તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે.
એક તરફ કિસાનોને તળાવના પાણીને પગલે પારાવાર મુશ્કેલી અને સમસ્યા છે. તો બીજી તરફ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની સરહદ વચ્ચે ઝુમસર ગામ પીસાઈ રહ્યું છે. ત્યારે જોવાનું એ છે કે, આગામી સમયમાં સ્થાનિક ગ્રામજનોને ક્યારે ન્યાય મળે છે.