સામાજિક વનીકરણ મોટાભાગે વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવતો પ્રોજેક્ટ છે. જો કે, આ વર્ષે વનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત જાપાન સરકાર આર્થિક સહયોગ આપવાની છે. સાથો-સાથ વનીકરણ અંતર્ગત સ્થાનીય લોકો ઉપર થનારી અસર અને વનીકરણ થકી વાતાવરણમાં થનારા બદલાવ સહિત સ્થળ તપાસ કરવા માટે જાપાન તેમજ ભારત સરકારનું ડેલિગેશન વિજયનગર પહોંચ્યા હતા. જ્યાં તેમને વિરંજલી વન ખાતે એક બેઠકનું આયોજન કર્યું હતું.
આગામી સમયમાં વિશેષ પ્રયાસ કરવાના માટે અત્યારથી જ વનીકરણ માટેની જગ્યા સહિત આસપાસના વાતાવરણને ધ્યાનમાં રાખીને રિપોર્ટો બનાવવામાં આવશે. જેના પગલે આજે વિજયનગરના આસપાસના વિસ્તારો સહિત સ્થાની વનીકરણ મુદ્દે કેન્દ્ર સરકાર અને જાપાન સરકારને આગામી સમયમાં રિપોર્ટ મોકલી આપવાનું છે. જે માટે આજે સફળતાપૂર્વક મીટીંગો પણ પૂર્ણ કરાઈ છે.