સાબરકાંઠાઃ હિંમતનગરના ઇલોલ ગામના આર્મીમાં ફરજ બજાવતા ચીમનભાઈ વણઝારા વય મર્યાદાને પગલે નિવૃત્ત થઈ વતન આવતા સ્થાનિક ગ્રામજનોએ ડીજેના તાલ સાથે સામૈયું કર્યું હતું. તેમજ સમગ્ર ગ્રામજનોએ તેમને વધાવ્યાં હતા.
ઈલોલ ગામના ચીમનભાઈ વણઝારાએ પોતાની સેવા ભારતના મોટાભાગના રાજ્યોમાં આપી છે. તેમજ હાલમાં તેઓ જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ બજાવતા હતા. જો કે, તેમને વય મર્યાદાના પગલે તેઓ નિવૃત્ત થતા ઈલોલ ગામે આવ્યાં હતા. જેના પગલે સ્થાનિક ગ્રામજનોએ તેમને વિશેષ સન્માનીત કર્યા હતા. આ સાથો-સાથ ડીજેના તાલે સમગ્ર ગામમાં શોભાયાત્રા યોજી તેમના ઉજ્જવળ ભાવિની સંકલ્પના રજૂ કરી હતી. જો કે, નિવૃત્ત આર્મીમેન દ્વારા આગામી સમયમાં ગામની તેમજ દેશની સેવા માટે પોતાનું બાકી રહેલું જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યા હતો.