- હિંમતનગરના નવાનગરનું તળાવ ઓવરફ્લો
- ગામમાં સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થાને ગુજરાત સરકાર સન્માનિત કરી
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તળાવને ઊંડું કરવાની મંજૂરી આપી
સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં એકતાની મિશાલ સાબરકાંઠાના હિંમતનગરના નવાનગર ગામે આપી છે. આ તળાવથી જ સમગ્ર ગામમાં સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થાને ગુજરાત સરકારે પણ સન્માનિત કરી છે
આ તળાવ નર્મદા જળાશયના પાણીથી ભરાતું હતું, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના પગલે નવાનગરનું તળાવ ઓવરફ્લો થયું છે. જેના કારણે સ્થાનિક લોકોએ આજે તળાવના પાણીનું પૂજન કર્યું હતું. તેમજ તળાવને વધાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક ગ્રામજનોએ તળાવને ઉંડુ કરવાની માંગ સ્વીકારવામાં આવી છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ તળાવને ઊંડું કરવાની મંજૂરી આપી છે. એકતાની મિશાલ બની ચૂકેલું આ ગામ આગામી સમયમાં પાણીના બચાવ માટે પણ પ્રયાસ કરવાની મુહિમ ચલાવી રહી છે, ત્યારે આ મામલે કેટલું સફર બની છે, તે પણ મહત્વનું બની રહે છે.