સાબરકાંઠા પંથકમાં ધોધમાર વરસાદ
- હિંમતનગર સહિત ખેડબ્રહ્મા, વડાલી વિજયનગર અને પ્રાંતિજમાં વરસાદ
- ખેડૂતોમાં ખુશીનો માહોલ
- વરસાદ થતા લોકોને ગરમીમાં મળી રાહત
સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરમાં મંગળવારે અસહ્ય ઉકળાટ બાદ અચાનક વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. જિલ્લામાં ખેડૂતોએ મગફળી કપાસ અને સોયાબીનના મોટા પ્રમાણમાં વાવેતર કર્યા બાદ મંગળવારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
હિંમતનગર સહિત ખેડબ્રહ્મા, વડાલી વિજયનગર અને પ્રાંતિજમાં મંગળવારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા સ્થાનિક લોકોને ગરમીમાં રાહત મળી હતી. સામાન્ય રીતે ખેડૂતો માટે ખેતી માટેનો શ્રેષ્ઠ સમય એટલે કે 15 જૂન પહેલા ખેડૂતો કપાસ, મગફળી, સોયાબીન, તુવાર સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે. આ વર્ષે સૌથી વધુ વાવેતર થયું છે, તેમજ વાવેતર કર્યા બાદ પાણીની બેવડાય છે. જો કે ગત વર્ષે સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ થતા સમગ્ર વર્ષ દરમિયાન પાણીની તંગી સર્જાઈ નથી, સાથે સ્થાનિક ખેડૂતોને પાકમાં સારૂ ઉત્પાદન પણ મળી રહ્યું છે. જોકે આગામી સમયમાં વરસાદ કેટલો થાય છે, તેના પરથી જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને તે પ્રમાણે પાકની આવક થશે. સમગ્ર જિલ્લામાં પ્રથમ વરસાદથી સ્થાનિકોને ગરમીમાંથી રાહત થઇ છે તો સાથો સાથ ખેડૂતોને પણ વરસાદ થતા ઘણી રાહત મળી છે.