ETV Bharat / state

GSSSB Paper Leak 2021: બિન સચિવાલય પેપર લીક મામલે આજે સાબરકાંઠામાં નોંધાઈ શકે છે ફરિયાદ

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા લીધી હતી. ત્યારે આ પરીક્ષાના પેપર લીક થવાનો (non-secretariat paper leak case) મામલો અત્યારે ખૂબ જ ગરમાઈ રહ્યો છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ આ મામલે ફરિયાદ નોંધે તેવી શક્યતા (Complaint may be registered in Sabarkantha today) છે, જેના કારણે કૌભાંડીઓમાં ફફડાટ ફેલાયો છે.

GSSSB Paper Leak 2021: બિન સચિવાલય પેપર લીક મામલે આજે સાબરકાંઠામાં નોંધાઈ શકે છે ફરિયાદ
GSSSB Paper Leak 2021: બિન સચિવાલય પેપર લીક મામલે આજે સાબરકાંઠામાં નોંધાઈ શકે છે ફરિયાદ
author img

By

Published : Dec 17, 2021, 10:16 AM IST

સાબરકાંઠાઃ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે (GSSSB Paper Leak 2021) સાબરકાંઠા જિલ્લા પોલીસ આજે ફરિયાદ નોંધે તેવી શક્યતા (Complaint may be registered in Sabarkantha today) છે. ત્યારે હવે કૌભાંડીઓમાં આ મામલે ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસથી બિન સચિવાલય પેપર લીક મામલે (GSSSB Paper Leak 2021) હિંમતનગર પ્રાંતિજ સહિતની વિગતો ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે. તેમ જ તમામ વિગતો ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળને આપતા બોર્ડ દ્વારા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને મેઈલ કરી આ (Police complaint in Sabarkantha) મામલે તાત્કાલિક ધોરણે તપાસ કરવાનું કહ્યું છે. આ સાથે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત વિવિધ 16 જેટલી ટીમો દ્વારા કોઈ ચોક્કસ ખૂલાસો થાય તેવી પણ સંભાવનાઓ સર્જાઈ છે.

આ પણ વાંચો- GSSSB Head Clerk Paper Leak: GPSC બોર્ડ દ્વારા સાબરકાંઠા જિલ્લા પોલીસવડાને ઇ-મેલ કરી કાર્યવાહી કરવા રજૂઆત

જિલ્લા પોલીસ વડાએ તપાસના આપ્યા આદેશ

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા અને ગુજરાત ગૌણ પસંદગી મંડળે મેલ કરી આ મામલે તાત્કાલિક તપાસ કરવા કહ્યું હતું. તો સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ એલસીબી પોલીસને તપાસના (District police chief orders probe into paper leak case) આદેશ આપ્યા છે. જ્યારે આજે કૌભાંડીઓ સામે ફરિયાદ દાખલ થાય તેવી પણ સંભાવનાઓ છે. અત્યારે જિલ્લાભરમાં પેપર લીક મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તેમજ પેપર લીક મામલે જોડાયેલા લોકો પણ ફરિયાદ થવાના પગલે ભયભીત થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો- GSSSB Paper Leak 2021: 4 લાખમાં ખરીદેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખમાં વેચ્યું હોવાનો ચોકાવનારો ખુલાસો

16 જેટલી ટીમો દ્વારા હાથ ધરાઈ છે તપાસ

પેપર લીક મંડળી ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને મેઈલ કરાયા બાદ છેલ્લા 3 દિવસથી 16 જેટલી ટીમો પેપર લીક મામલે તપાસ કરી રહી છે. તેમ જ આજે આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરાઈ છે, જેમાં પેપર લીક મામલે ડોક્ટરથી માંડી શિક્ષકોનો ખૂલાસો થવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. જોકે, પોલીસ ફરિયાદ બાદ જ જાણી શકાશે કે, કેટલા લોકો સંડોવાયેલા છે તેમજ પેપર લીક મામલે કયા લોકો દ્વારા બિન સચિવાલય ક્લાર્કનું પેપર લીક (GSSSB Paper Leak 2021) કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.