સાબરકાંઠા: સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહાડોની હારમાળા તરીકે ઓળખાતી અરવલ્લીની હારમાળાઓ હાલમાં સૌંદર્યની પ્રતિકૃતિ બની રહી છે. સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે મોટાભાગની શાળાઓમાંથી ઝરમર ઝરણાઓ વહી રહ્યા છે. તો વાદળ જાણે કે, વિરામ કરવા ડુંગરની ટોચ પર આરામ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
જેના પગલે સમગ્ર ઈડર અને અરવલ્લીની ગિરિમાળામાં મનમોહક સૌંદર્ય જોવા મળી રહી છે. જેના પગલે સ્થાનિકો પણ હાલમાં વરસાદની મજા માણી રહ્યા છે, તો સાથોસાથ એ સૌંદર્ય અને કુદરતનો સંયોગ માણતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો કે, સૌથી વધુ ગરમીનો કેન્દ્ર ઇડર ગણાય છે. ત્યારે હાલના તબક્કે સૌથી વધુ મનમોહક ઇડર બની હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
જો કે, ઉનાળામાં પહાડોની ગરમીને પગલે ગુજરાતમાં સૌથી વધુ ગરમી ઈડરમાં થાય છે. ત્યારે હાલના તબક્કે લીલોતરી હરિયાળી અને જરમર વહેતા ઝરણાની પગલી કુદરતે જાણે કે, સૌંદર્યની પ્રતિકૃતિ ભેટ આપી હોય તેવા દ્રશ્યો ઇડર ગઢ તેમજ આસપાસની ગિરિમાળાઓમાં સરળતાથી મળી રહી છે. ત્યારે કુદરતનો સૌંદર્ય માણવું હોય તો ઇડર ગઢની મુલાકાત લેવી જરૂરી થઈ પડે તેમ છે.