સાબરકાંઠા: સાબરકાંઠાના હિંમતનગરના નવા બજાર વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં આજે વહેલી સવારે 2 માળની ઉમિયા કિરાણા સ્ટોર્સમાં ભયંકર આગ (Fire Broke Out In Grocery Store) લાગતા દુકાન માલિકને લાખોનું નુકશાન (destroying millions of goods) થયું છે, તેમજ સમગ્ર વિસ્તારમાં આગના પગલે અફરા તફરી પણ સર્જાઈ હતી, જોકે ફાયર વિભાગ સહિત પોલીસને જાણ કરાતા તેમને દુકાનના શટર તોડી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે
સાબરકાંઠાના હિંમતનગરના નવા વિસ્તારમાં આવેલી ઉમિયા કિરાણા સ્ટોર્સમાં અચાનક લાગેલી ભયંકર આગના પગલે સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી સર્જાઇ હતી જોકે મોટી આગને લઈને 3 ફાયર ફાયટરનો ઉપયોગ કરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો, જોકે આગ ઉપર કાબુ થાય તે પહેલાં દુકાનનો સામાન બળીને ખાખ થતા કરીયાણા દુકાન માલિકને લાખોનું નુકશાન થયું છે, તેમજ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
તંત્ર દ્વારા આ મામલે વધુ સજાગ થવાની જરૂરિયાત
જો કે દિન પ્રતિદિન વધતા જતા આગના બનાવના પગલે હવે તંત્ર દ્વારા આ મામલે વધુ સજાગ થવાની જરૂરિયાત છે, ત્યારે આગામી સમયમાં આ મામલે તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલા હાથ ધરાય છે.
આ પણ વાંચો:
દમણની ફેક્ટરીમાં ગતરાત્રે લાગી ભીષણ આગ: કાબૂમાં લેવા વાપી, સેલવાસથી ફાયર ટીમ બોલાવવી પડી