હિંમતનગરઃ સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી આવિષ્કાર હોસ્પિટલમાંથી શુક્રવારે 29 વ્યક્તિઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં. જે પૈકી પ્રાંતિજના મોયદ ગામની 35 વર્ષીય યુવતીનો રિપોર્ટ આવતા સાબરકાંઠા જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે.
અરવલ્લી ભિલોડામાંથી 85 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને બે દિવસ માટે સાબરકાંઠાના હિંમતનગરની આવિષ્કાર હોસ્પિટલમાં દાખલ કરાયાનું ખુલતા હોસ્પિટલના 29 જેટલા સ્ટાફને આઇસોલેશન વોર્ડમાં ખસેડી તેમના સેમ્પલ અમદાવાદ મોકલી આપવામાં આવ્યાં હતાં. જેમાંથી આજે પ્રાંતિજના મુળદ ગામ નામ 35 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે ગામનો ત્રણ કિલોમીટર એરિયા પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લા વહીવટી પ્રશાસન તંત્ર દ્વારા આવિષ્કાર હોસ્પિટલ તેમજ મોયદ ગામની આસપાસના સાત જેટલા ગામડાઓમાં આજથી જ આ અમલવારી શરૂ કરવામાં આવી છે. જેના પગલે આગામી સમયમાં આ વિસ્તારમાં કોરોના વધુ ન ફેલાય તે માટે જરૂરી પગલા ઉઠાવ્યાં છે.