સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવના દર્દીઓમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલમાં જિલ્લામાં પ્રતિદિન ચારથી પાંચ કેસ નોંધાઈ રહ્યા છે. જોકે, અન્ય જિલ્લાઓની સરખામણીએ સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે. હાલમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ વ્યાપ 580 થયો છે. તેમજ જિલ્લામાં 11થી વધુ લોકોના મોત થયા છે. જોકે, છેલ્લા કેટલાંક સમયથી તંત્ર કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પાયાની તકેદારી રાખી રહ્યું છે.
સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે અલગ ઝોન બનાવી કોરોના પોઝિટિવની સંપૂર્ણ દવાઓ આપી કોરોના મુક્ત બનાવવાનું અભિયાન ચલાવી રહી છે. ત્યારે છેલ્લા એક સપ્તાહથી કોરોના પોઝિટિવનું પ્રમાણ ઘટ્યું છે. જોકે, આ મામલે સાબરકાંઠા જિલ્લા સમાહર્તાએ જણાવ્યું હતું કે, કોરોનાનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ કોરોના વધુ ન ફેલાય તે માટે સૌથી વધુ જાગૃતતા રાખવી તે જરૂરી છે. આ સાથે સેનેટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અમલ થાય તો કોરોનામાં હજુ પણ ઘટાડો થઈ શકે તેમ છે.
જોકે, આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ આ મામલે જિલ્લો કોરોના મુક્ત ક્યારે બને છે, તે મહત્વનું બની રહ્યું છે. આ સાથે સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારા ધોરણ જળવાય તો કોરોનાનું પ્રમાણ ઘટી શકે તે નિ:સંકોચ બાબત છે.