ETV Bharat / state

પોલો ફોરેસ્ટ પાર્કિંગ મામલે વિવાદઃ સ્થાનિકોની મરજી વિના પાર્કિંગની જમીન માપણી કરાતાં હંગામો - Polo

ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર ગણાતાં પોલો ફોરેસ્ટમાં સ્થાનિકોની મરજી વિના પાર્કિંગ માટેની જગ્યાની માપણી પૂરી કરવામાં આવી છે. વિવિધ વિરોધ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય સહિત લોકોએ સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આગામી સમયમાં સરકાર સામે ધરણાં યોજવાની ચીમકી આપી છે

પોલો ફોરેસ્ટ પાર્કિંગ મામલે વિવાદઃ પાર્કિંગની જમીન સ્થાનિકોની મરજી વિના માપણી કરાતાં હંગામો

author img

By

Published : Jan 6, 2021, 6:18 PM IST

  • મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટ વિવાદમાં
  • સ્થાનિક ધારાસભ્ય સહિત સ્થાનિકોનું આવેદનપત્ર
  • સ્થાનિકોની મરજી વિના પાર્કિંગની જગ્યાની માપણી પૂર્ણ
  • આગામી સમયમાં ધરણાની ચીમકી

    હિંમતનગરઃ સમગ્ર ઉત્તર ગુજરાતમાં તે મીની કાશમીર બની ચૂકેલાં સાબરકાંઠા વિજયનગર પોલો ફોરેસ્ટ સ્થાનિકોની મરજી વિના પાર્કિંગ માટેની જગ્યા ઉપર જમીન માપણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાતા સ્થાનિકોમાં વિરોધ સર્જાયો છે. જેના પગલે સ્થાનિકો સહિત કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલે આજે સાબરકાંઠા જિલ્લા નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી આગામી સમયમાં આ મામલે ચોક્કસ નિર્ણય નહીં લેવાય તેમ જ જમીન માપણી પ્રક્રિયા તાત્કાલિક અસરથી દૂધ નહીં કરાય તો સ્થાનિકો સહિત ધરણા યોજવામાં આવશે.

  • પોલો ફોરેસ્ટ ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર

    સાબરકાંઠાના વિજયનગરમાં આવેલા પોલો વનવિસ્તારની સુંદરતા દિનપ્રતિદિન વધતી જઇ રહી છે. તેમ જ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પોલો ફોરેસ્ટની વિકસાવવામાં આવતા કુદરતી સુંદરતાને સમગ્ર ઉત્તર ગુજરાતના લોકો માણી રહ્યા છે. જોકે તાજેતરમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સહેલાણીઓ માટે પાર્કિંગની જગ્યા અંગે જમીન માલિકોના વિરોધ વચ્ચે માપણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાતા આ વિસ્તારમાં વિરોધાભાસ સર્જાયો છે.

  • જમીન માલિકોના વિરોધ વચ્ચે માપણી પ્રક્રિયા

    એક તરફ સ્થાનિક વિસ્તારમાં રોજગારીની વિપુલ તકો સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસમાં હજારો રૂપિયાનો ખર્ચ થયો છે. જ્યારે બીજી તરફ વનવાસી વિસ્તારમાં આવેલી જમીન ઉપર જમીન માલિકોની નારાજગી તેમજ વિરોધાભાસ હોવા છતાં પાર્કિંગ માટેની જગ્યાની માપણી પૂર્ણ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ છે. જે અંતર્ગત સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિજયનગર ધારાસભ્ય અશ્વિન કોટવાલની અધ્યક્ષતામાં આજે આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે માપણી પ્રક્રિયા બંધ કરવાની રજૂઆત કરી છે.

  • આગામી સમયમાં ધરણાની ચીમકી

    જોકે આગામી સમયમાં સ્થાનિક લોકોના વિરોધા હોવા છતાં પાર્કિંગ માટેની જમીન ઉપર કામગીરી શરૂ કરાશે, તો ગુજરાત કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલ સહિત જમીન માલિકોએ ઉપવાસ આંદોલન તેમ જ કલેકટર કચેરીએ ધરણા કરવાની ચીમકી આપી છે. આગામી સમયમાં એક તરફ પોલો ફોરેસ્ટ કુદરતી સૌંદર્યનું પર્યાય બનવા જઈ રહી છે ત્યારે સ્થાનિક જમીન માલિકોના વિરોધ વચ્ચે પાર્કિંગ અંગે સર્જાયેલો વિવાદ કેટલો વિવાદિત બને છે તે પણ મહત્વનું બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.