- સાબરકાંઠામાં કોરોના વેક્સિનની શરૂઆત
- જિલ્લા કલેકટર જિલ્લા સાબરકાંઠા પોલીસ વડાથી કરાઈ શરૂઆત
- સામુહિક આરોગ્ય કેન્દ્રથી લઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી કોરોના વેક્સિન
સાબરકાંઠા: જિલ્લામાં બીજા તબક્કાની રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત અંદાજે ત્રણ હજારથી વધારે લોકો સુધી કોરોના વેક્સિન આપવાની શરૂઆત સાબરકાંઠા જિલ્લા કલેકટર તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા થકી કરાઈ હતી.
બીજા તબક્કામાં પોલીસ, મહેસૂલ, પંચાયત અને આરોગ્ય કર્મીઓને અપાશે વેક્સિન
કોરોના મહામારીને રોકવા કોરોના વેક્સિનના બીજા તબક્કાની શરૂઆત થતા પંચાયત, મહેસુલ, પોલીસ અને આરોગ્ય કર્મીઓને વિવિધ 33 જગ્યાઓથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનનો આ બીજો તબક્કો છે. પ્રથમ તબક્કામાં જિલ્લામાં 12000થી વધારે કોરોના વેક્સિન છેવાડાના આરોગ્યકર્મીઓની પહોંચાડવાનો તબક્કો પૂર્ણ થયા બાદ બીજા તબક્કાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાથી શરૂઆત કરાઈ
સાબરકાંઠા જિલ્લા સિવિલ સર્જન ખાતે જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર સહિત સાબરકાંઠા જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલને કોરોંના વેક્સિન આપી બીજા તબક્કાની શરૂઆત કરાઈ હતી. જો કે, કોરોના વેક્સિન છેવાડાના વ્યક્તિ માટે મહત્વની જરૂરિયાત છે ત્યારે જોવું એ રહે છે કે, છેલ્લા વ્યક્તિને વેક્સિન ક્યારે પહોંચાડી શકાય છે.