- ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સંવાદ બેઠકની શરૂઆત
- તમામ બેઠક પર જીતનો કોંગ્રેસ પ્રભારીનો આશાવાદ
- પ્રદર્શન સંગઠનને મજબૂત કરવા ઉપર ભાર
સાબરકાંઠાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે કોંગ્રેસ દ્વારા રવિવારથી રાજ્યભરના જિલ્લાઓમાં સંવાદ બેઠક યોજવામાં આવી રહી છે. સંવાદ બેઠકના નામે છેવાડાના કાર્યકરને જાગૃત કરવા જિલ્લાના હિંમતનગરથી શરૂઆત કરવામાં આવી છે. તેમજ આગામી ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર જીત મેળવવાનો આશાવાદ કોંગ્રેસ પ્રભારી તેમજ ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠકની શરૂઆત
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે રવિવારથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંવાદ નામે બેઠકની શરૂઆત કરવામાં આવી છે. આ બેઠક છેવાડાના બૂથ લેવલથી એટલે કે હિંમતનગરથી કાર્યકરેને લઈ જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠકની શરૂઆત કરવામાં આવી છે.
સંગઠનને મજબૂત કરવા પર વિશેષ ભાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મળી રહેલી હાર બાદ હવે સંગઠનને મજબૂત કરવા ઉપર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજથી સંવાદ નામે શરૂ થયેલી બેઠક હિંમતનગરથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં બુથ લેવલના કાર્યક્રમ પ્રવર્તમાન સંગઠનના તમામ હોદ્દેદારોને સાથે રાખી આગામી સમયમાં તાલુકા પંચાયતથી લઈ જિલ્લા પંચાયત અને તમામ નગરપાલિકાઓ ઉપર જીત મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. જો કે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવિધ વિરોધાભાસ વચ્ચે સંગઠનના બદલાવ અંગે પણ હજુ સુધી કોઇ પગલાં લેવાયા નથી. જોકે વિવિધ વિરોધાભાસ વચ્ચે પહેલીવાર યોજાઈ રહેલા સંવત બેઠકમાં પહેલા કોંગ્રેસ કાર્યકરોને પોતાની રજૂઆત માટેનો અવસર પ્રદાન થયો છે.
કાર્યકરોમાં નવી ઊર્જા અને પક્ષ પ્રત્યેની વફાદારી માટે ઉત્સાહ વધારવાનું કાર્ય- અમિત ચાવડા
વિરોધ પક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે કે, જોકે કોંગ્રેસ સંગઠનમાં વિવિધ વિરોધાભાસ વચ્ચે યોજાયેલી બેઠક બાકી બૂથ લેવલના સંગઠનના સક્રિય કાર્યકરોમાં નવી ઊર્જા અને પક્ષ પ્રત્યેની વફાદારી માટે ઉત્સાહ વધારવાનું કાર્ય ચાલુ છે. હાલમાં કોંગ્રેસ દ્વારા દિલ્હી સરકારે કૃષિ સુધારા કિસાનોના પ્રત્યાઘાતને પગલે આગામી સમયમાં તાલુકા કક્ષા સુધી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનું પણ આયોજન કરાઇ રહ્યું છે.
જો કે આ સંવાદ બેઠક ગુજરાતના 33 જિલ્લાઓ સુધી પહોંચ્યા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને કેટલી સફળતા આપવામાં આવશે. આગામી સમય બતાવશે પરંતુ હાલમાં છેવાડાના કાર્યકરને પોતાની રજૂઆત કરવાની તકના પગલે કાર્યકરોમાં જોમ અને જુસ્સાનો સંચાર થયો છે.