- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હાઇવે પર ચેકિંગ
- નેશનલ હાઇવે નંબર-8 ઉપર ચેકિંગની શરૂઆત
- અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સાબરકાંઠા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ જિલ્લામાં 9 લાખથી વધારે મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી 1 જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત તેમજ 2 પાલિકાઓના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 31 જિલ્લા પંચાયતની બેઠકો સહિત 172 તાલુકા પંચાયતની બેઠકો માટે આગામી 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ
સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જોકે, જિલ્લા પોલીસ દ્વારા આ મામલે આગામી સમયમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ રાજસ્થાન બોર્ડરમાં નશા કરનારા તત્વો સહિત દારૂની હેરાફેરી અટકાવવા અત્યારથી જ ચેકિંગની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ નેશનલ હાઇવે નંબર-8 ઉપર અન્ય રાજ્યોમાંથી સાબરકાંઠા જિલ્લામાં કોઈપણ પ્રકારની નશાકારક દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે આજે મંગળવારથી જ ચેકિંગ હાથ ધરાયું છે.
નેશનલ હાઇવે નંબર-8 પર બંદોબસ્ત
સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શરૂ થઈ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-8 સહિત આંતરરાજ્ય બોર્ડર રોડ ઉપર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં બોડર સહિત નેશનલ હાઇવે નંબર આઠ ઉપરથી પસાર થતા તમામ વાહનોમાં ચેકિંગ હાથ ધરાયું છે. સાથે-સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
તંત્ર એલર્ટ બન્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે સાબરકાંઠા વહીવટી તંત્ર અંતર્ગત અત્યારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. તેમજ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાબરકાંઠા જિલ્લાની તમામ વડીલો સહિત નેશનલ હાઇવે નંબર-8 ઉપર પણ શરૂ થયેલા ચેકિંગના પગલે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. જોકે, આગામી સમયમાં આ મામલે તંત્ર કેટલું સફળ પુરવાર થશે એ તો સમય જ બતાવશે. સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલા આગામી સમયમાં કેટલા યથાર્થ બને છે તે પણ મહત્વનું બની રહેશે.