- સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ
- કોરોના મહામારીમાં રેમડેસીવીરની કાળા બજારી મામલે કરાઇ ધરપકડ
- આનંદ સર્જિકલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે યુવતી
સાબરકાંઠા : કોરોના સંક્રમણના ઇલાજમાં સૌથી સફળ બની ચૂકેલા રેમડેસીવીર ઈન્જેક્શનની મોટા પ્રમાણમાં કાળા બજારી શરૂ થઈ હતી. જો કે, સાબરકાંઠા જિલ્લા પોલીસ ( Sabarkantha District Police ) દ્વારા 4 દિવસ અગાઉ રેમડેસીવીરની કાળા બજારી કરવા મામલે 4 લોકોને રંગે હાથે ઝડપી લીધા હતા. આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા રવિવારના રોજ વધુ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જેમાં અમદાવાદની આનંદ સર્જિકલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી હોસ્પિટલમાંથી ચોરી કરીને રેમડેસીવીરની કાળા બજારી કરતી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - રેમડેસીવીરની કાળા બજાર કરતી મહિલાની ધરપકડ
રેમડેસીવીરની કાળા બજારી કરનારા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી
સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસે રેમડેસીવીરની કાળા બજારી કરવા જતા 4 આરોપીઓને સાબરકાંઠા જિલ્લા પોલીસ ( Sabarkantha District Police ) દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા, આ મામલે અમદાવાદની શાહીબાગ વિસ્તારમાં આવેલી આનંદ સર્જિકલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી હોવાનું ખુલ્યું હતું. જેના પગલે પોલીસે સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરી રવિવાર વધુ બે આરોપીની અટકાયત કરી છે. તેમજ રેમડેસીવીરની કાળા બજારી કરનારા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે સમગ્ર કોઈપણમાં કેટલા લોકો શામેલ છે, તેની પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - રેમડેસીવીરની કાળા બજારી કરવા મામલે થરાદના 4 શખ્સોનો જામીન પર છૂટકારો
ચોરીના હતા ઇન્જેક્શન
કોરોના મહામારીમાં રેમડેસીવીરની કાળા બજારી થઈ રહી હતી, આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ ( Sabarkantha District Police ) દ્વારા સહકારી જીન વિસ્તારમાંથી 4 આરોપીઓની 3 ઇન્જેકશન સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા રવિવારના રોજ વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી આનંદ સર્જિકલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ આ રેમડેસીવીર ઇન્જેક્શન ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે. જે બાદ વધુ પૈસા મેળવવાની લાલચમાં રેમડેસીવીરની કાળા બજારી કરતી હતી.
આ પણ વાંચો - સાબરકાંઠા જિલ્લા પોલીસને મળી સફળતા, બાઈક ચોરી કરનારી ગેંગ ઝડપાઈ
કુલ 8 લોકો સામે ગુનો દાખલ
આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ ( Sabarkantha District Police ) દ્વારા હાલમાં કુલ 8 લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ આગામી સમયમાં હજૂ પણ વધુ ભેદ ખૂલી શકે તેમ છે, ત્યારે જોવું એ રહ્યું કે આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા ભેદ ખૂલે છે.
આ પણ વાંચો -
- રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા 4 આરોપીની રામોલ પોલીસે કરી ધરપકડ
- સોલામાં પકડાયેલા 6 રેમડેસીવીર ઈન્જેકશન મામલે સુરતથી MBBS ડોકટરની ધરપકડ
- બનાસકાંઠા રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ, વધુ એક ડૉક્ટરની અમદાવાદથી થઈ અટકાયત
- ઈન્જેકશનની કાળા બજારી: આરોપી ડોક્ટરોએ કહ્યું 15 નહિ એક મહિના સુધી કોરોનાના દર્દીઓની સેવા કરવા તૈયાર