- પીવાનું પાણી નહિ મળતા મહિલાઓએ ધોરાજી નગરપાલિકા સામે લગાવ્યા નારા
- દોઢ મહિનાથી આ વિસ્તારમાં થઈ રહી છે પીવાના પાણીની સમસ્યા
- ઉનાળાની શરુઆતમાં જ પાણીની સમસ્યા સર્જાઈ
આ પણ વાંચોઃ પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ
રાજકોટઃ ધોરાજીના ફરેણી રોડ ઉપર આવેલી સોસાયટીમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓએ બેડા સરઘસ કાઢ્યું હતું, આ ઉપરાંત પાણીના ખાલી બેડા સાથે દેખાવો કર્યા હતા. ધોરાજી નગરપાલિકાના આ વિસ્તારમાં પીવાનું પાણી રોજ નહીં મળતા મહિલાઓએ પોતાનો બળાપો નગરપાલિકાના સત્તાધીશો સામે સુત્રોચ્ચાર કર્યા હતા.
આ પણ વાંચોઃ પાલનપુરની મહિલાઓએ પીવાના પાણી અંગે વિરોધ નોંધાવ્યો
મહિલાઓએ પીવાનું પાણી પૂરું પાડવાની કરી માંગ
ધોરાજીના ફરેણી રોડ વિસ્તારમાં છેલ્લા એકથી દોઢ મહિના થયા પાણીની પરિસ્થિતિ વિકટ બની રહી છે. અહીં આ વિસ્તારમાં પીવાના પાણીને લઈને ખુબજ મોટી સમસ્યા છે અહીંના લોકોને એક બેડું પાણી ભરવા માટે દૂર સુધી જવું પડે છે અને પીવાના પાણી માટે મોટી રઝળપાટ કરવી પડે છે. જેને લઈને મહિલાઓ હેરાન પરેશાન અને રોષે ભરાયેલી જોવા મળી રહી છે.