રાજકોટ: છેલ્લા ઘણા સમયથી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગનો તરખાટ જોવા મળી રહ્યો છે. જેમાં ચોરી, લૂંટ, ધાડ બનાવોને અંજામ આપી આપવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા હતા. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ચડ્ડી બનીયાનધારી ગેંગની પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. ત્યારે આ ચડ્ડી બનીયાન ધારી ગેંગના 12 જેટલા શખ્સોને રાજકોટ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 62 જેટલા લૂંટ, ધાડ અને ચોરીના બનાવોને અંજામ આપ્યા હોવાનું કબૂલ્યું છે.
12 ઇસમોને ક્રાઇમબ્રાન્ચે પકડી પાડયા: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચડ્ડી બનીયાન ગેંગના 12 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વાય બી જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ચડ્ડી બનીયાન ગેંગ દ્વારા લૂંટ, ચોરી અને ધાડ પાડુંની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો હતો. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓને પકડવા માટે દિવસ રાત એક કરી રહી હતી.
રાઉન્ડ અપ કરવામાં આવ્યા: સતત સીસીટીવી કેમેરા ઉપર નજર રાખવામાં આવી રહી હતી અને પોલીસના ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના મદદથી આરોપીઓને પકડવાની તજવીજ હાથધરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારે લૂંટ, ચોરી, ધાડના અંજામ આપનાર ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. જેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા 12 જેટલા ઇસમોએ આ પ્રકારના ગુનાઓ કરતા હોવાની કબુલાત આપી હતી જેને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે.
68 જેટલા ગુંહાઓનો ભેદ ખૂલ્યો: પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ 12 જેટલા ઈસમો મૂળ દાહોદની આસપાસના રહેવાસી છે. ત્યારે તેઓ મુખ્યત્વે શહેરના ભાગોળે આવેલા રહેણાંક મકાનો, કારખાના અને દુકાનો સહિતના વિસ્તારોમાં ચોરી કરતા હતા. તેમજ ચોરી કર્યા બાદ ભાગવામાં સફળતા રહે તે માટે આ પ્રકારના વિસ્તારોને પસંદ કરતા હતા. જેમાં મુખ્યત્વે અલગ અલગ જગ્યા ઉપર સીસીટીવી લાગ્યા હોય જેના કારણે સીસીટીવીથી બચવા માટે ચડ્ડી બનીયાન અને મોઢા ઉપર કપડું બાંધીને રાખતા હતા. જ્યારે ભાગવામાં સફળતા રહે અને જાડીઓ અથવા તો કોઈ પણ જગ્યાએ કપડાં ફસાઈ ન જાય તે માટે ચડ્ડી અને બનિયાન જેવા વસ્ત્રોનો ઉપયોગ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુંલ્યું છે. જ્યારે આ ઇસોમોએ રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 68 જેટલા ગુનાઓ કર્યા હોવાનું કબૂલ્યું છે.
હજુ પણ 10 આરોપીઓ છે ફરાર: ક્રાઈમ બ્રાન્ચે ચડ્ડી બનીયાન ગેંગના 12 શખ્સોને પકડી પાડ્યા છે. જ્યારે હજુ પણ 10 જેટલા શખ્સો ફરાર હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસ દ્વારા આ આ ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ચડ્ડી બનીયાન ગેંગના સભ્યો પાસેથી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ બે લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા 12 શખ્સોમાંથી 8 જેટલા શખ્સો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. હાલ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.