પુત્રએ પિતા પાસે પોતાના જન્મદિવસને કોઈ ખર્ચાળ રીતે ઊજવવાના બદલે ચકલીના માળા વિતરણ કરવાની માગ કરી હતી. પિતાએ આ માગને સહર્ષ સ્વીકારી શહેરમાં 500 જેટલા ચકલીના માળાનું વિતરણ કરી ઉમદા કાર્ય કર્યું હતું.
પુત્ર અભી હાલ ગોંડલની એક પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ -8 માં અભ્યાસ કરે છે. વર્ષ દરમિયાન તેમના ખિસ્સા ખર્ચ રૂપે ગલ્લામાં એકત્રિત થયેલા રૂપિયા 3500 માંથી 500 નંગ ચકલીના માળા બનાવવામાં આવ્યા હતાં. અભીએ જણાવ્યું હતું કે, મારા પિતા અનેકવિધ રીતે સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા હોવાથી તેમનામાંથી જ પ્રેરણા લઇ મને આ રીતે જન્મદિવસ ઉજવવાની ઈચ્છા થઈ હતી.