અચાનક ખબકેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેલ ઉનાળુ પાકને નુકસાની જવાની ભીતિ સેવાઇ એહી છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બહાર પડેલ ખેડૂતોનો માલ પણ આ વરસાદમાં પલડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. યાર્ડ પાસે હાલમાં કોઈ સેડની વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોનો ઘઉં,ચણા, મગફળી, એરંડા સહિતનો માલ બહાર રાખવામાં આવ્યો હોતો, અને અચાનક વરસાદ થતાં આ માલ પાણીમાં પલળી ગયો હતો.
રાજ્યમાં બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે કેટલાક જિલ્લાઓમાં કરા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. અચાનક થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેલ ઉનાળુ પાક મામલે ચિંતામાં મુકાયા છે. બીજી તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ વહેંચવા માટે આવેલ ખેડૂતોને પણ હાલ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. યાર્ડમાં અત્યારે તંત્ર દ્વારા કોઈ શેડની વ્યવસ્થા ઉભી કરે નહોય, અચાનક વરસાદ પડતાં ખેડૂતો વહેંચવા રાખેલ ઘઉં, એરંડા, મગફળી અને ચણા સહિતના માલને વરસાદ પડવાના કારણે મોટાપ્રમાણમાં નુકસાન થયું છે.