ETV Bharat / state

મુંબઈના બિઝનેસમેન પરિવારની વ્હારે આવ્યું ગોંડલ પ્રશાસન

દેવભૂમિ દ્વારકાના વેરાળ ગામના વતની અને મુંબઈમાં બિઝનેસ કરતા આ પરિવાર કોરોના કહેરને કારણે વતન ફરી રહ્યા હતા ત્યારે બસચાલક દ્વાર તેમને આડધા રસ્તે ઉતારી દેતા ગોંડલ પ્રશાસન દ્વારા તેમને વતન મોકલવામાં આવ્યા હતા.

મુંબઈના બિઝનેસમેન પરિવારની વ્હારે આવ્યું ગોંડલ પ્રશાસન
મુંબઈના બિઝનેસમેન પરિવારની વ્હારે આવ્યું ગોંડલ પ્રશાસન
author img

By

Published : May 15, 2020, 8:17 PM IST

રાજકોટઃ દેવભૂમિ દ્વારકાના વેરાળ ગામના વતની અને મુંબઈને કર્મભૂમિ બનાવનારા પરિવાર કોરોના કહેર વચ્ચે વતન પરત ફરી રહ્યો હતા. બસચાલકે ગોંડલ હાઇવે પર ઉતારી દેતા તેની વહારે પ્રશાસન, આગેવાનો અને ઉદ્યોગપતિઓ આવી વતન પહોંચવાની વ્યવસ્થા કરી અપાતા બિઝનેસમેન પરિવારની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી હતી.

મુંબઈના બિઝનેસમેન પરિવારની વ્હારે આવ્યું ગોંડલ પ્રશાસન
મુંબઈના બિઝનેસમેન પરિવારની વ્હારે આવ્યું ગોંડલ પ્રશાસન
મુંબઈમાં વ્યવસાય કરતા નટવરલાલ રાઠોડ તેમના પત્ની મધુબેન અને બે પુત્રો જતન, સાવન સાથે કોરોના કહેર વચ્ચે પોતાના માદરે વતન જઈ રહ્યા હતા. બસ ચાલક દ્વારા ગોંડલ નેશનલ હાઈવે પર ઉતારી દેતા બાર બાર કલાકો સુધી અન્ય વાહનની રાહ જોઈ હતી પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા અને વાતની જાણ ગોંડલ નગરપાલિકાના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને થતા તેઓ દ્વારા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ, જિલ્લા કલેક્ટરની મદદ લઇ વતન જવાની મંજૂરી અપાવી દેતાં બિઝનેસમેન પરિવારની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા હતા.

આ કાર્યને સફળ બનાવવા રાજેન્દ્રસિંહની સાથે મનસુખભાઈ પટેલ, નરસિંહભાઈ બાલધા અને અજીત દોઢિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.