રાજકોટ: ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા યોગી જનરલ સ્ટોર નામે દુકાન ચલાવતા હસમુખભાઈ સવજીભાઈ સેંજલીયા ઉંમર વર્ષ 60નું બીમારીના કારણે નિધન થતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. જેમાં સગા સ્નેહી અને મિત્ર વર્તુળની તંદુરસ્તી જોખમાય નહીં તે હેતુથી માત્ર 12 વ્યક્તિઓ સાથે સ્મશાનયાત્રા નીકળી હતી. અને સુરક્ષાને ધ્યાને રાખી તમામ લોકોને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બેસણામાં સગા સ્નેહીઓ ભેગા ન થાય તે માટે માત્ર મોબાઇલ ફોન પર જ બેસણાનું આયોજન કરી સાચા અર્થમાં સેંજલીયા પરીવારએ દેશભક્તિ દાખવી હતી. તેમજ લૌકિક ક્રિયા પણ બંધ રાખી હતી.