- ગોંડલમાં પતિ પત્નીનું કોરોનાની સારવાર દરમિયાન મોત
- પતિ પત્નીના મૃત્યું વચ્ચે માત્ર 20 મિનિટનું જ અંતર
- લગ્ન પ્રસંગમાં ગયા બાદ કોરોના પોઝિટિવ આવ્યો હતો
રાજકોટઃ જિલ્લાના ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતાં એક પરિવારમાં પતિ પત્ની બંન્ને કોરોના ગ્રસ્ત થયા હતા. બન્નેની કોરોનાની સારવાર દરમિયાન એક જ સાથે મૃત્યું નિપજયુ હતુ. તેમના વચ્ચે માત્ર 20 મિનિટનું જ અંતર રહ્યુ હતું.
પતિ પત્નીના મૃત્યું વચ્ચે 20 મિનિટનું જ અંતર
ગોંડલ સ્ટેશન પ્લોટમાં રહેતાં અને એમ.બી.કોલેજમાં લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતાં મનીષભાઈ બુચનાં પિતા જ્યોતિશભાઇ તથાં માતા દેવયાનીબહેન કોરોના પોઝિટિવ આવતા બન્નેને 15 દિવસ પહેલા જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, ત્યાં કોરોનાની સારવાર દરમિયાન જ્યોતિશભાઇએ દમ તોડયો હતો. પતિની વિદાય બાદ પત્ની દેવીયાનીબેને માત્ર વીસ મિનીટનાં અંતરે અનંતની વાટ પકડી હતી. પતિને સાથ આપતાં પરિવારનાં બન્ને વડીલોએ એકસાથે અણધારી વિદાય લેતાં બુચ પરિવાર હતપ્રત બન્યો હતો.
લગ્ન પ્રસંગમાં થયા હતા સંક્રમિત
જ્યોતિશભાઇ ખાનપાનનું ચુસ્ત પાલન કરતાં હતાં. પતિ પત્ની પણ તંદુરસ્ત હતાં પરિવાર થોડાં દિવસ પહેલાં લગ્ન પ્રસંગમાં ગયા બાદ જ્યોતિશભાઇ તથાં દેવીયાનીબેન કોરોના પોઝિટિવ આવ્યો હતો. કાળ બનેલાં કોરોનાએ પતિ પત્નીનો ભોગ લીધો હતો.