- દર્દીઓનું પ્લાઝમા આપીને જીવનદાન આપવામાં આવે
- પ્લાઝમા પ્રોસિઝર અને કલેક્શનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની મહત્વની કામગીરી
- પોલીસ કર્મચારીઓએ પ્લાઝમા ડોનર તરીકે આગળ આવીને પ્લાઝમા ડોનેટ કર્યું
રાજકોટ : કોરાના દર્દીઓને સાજા કરવામાં જે દર્દીઓમાં એન્ટીબોડી બન્યા હોય તેવા દર્દીઓનું પ્લાઝમા આપીને જીવનદાન આપવામાં આવે છે. પ્લાઝમા ડોનરની સાથે-સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલનું પણ યોગદાન પ્લાઝમા પ્રોસિઝર અને કલેક્શનની કામગીરીમાં મહત્વનું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં બ્લડ બેન્કમાં પ્લાઝમા માટે સીસીપી કાર્યરત કરવામાં આવ્યું છે. તે માટે નોડલ ઓફિસર ડૉ. કૃપાલ પુજારા શરૂઆતથી જ અથાગ મહેનત કરી રહ્યા છે.
આ પણ વાંચો :શૈલ શાહ મહીસાગર જિલ્લાના પ્રથમ પ્લાઝમા ડોનર બન્યા
987 જેટલા પ્લાઝમા યુનિટ કલેક્ટ કરવામાં આવ્યા
બ્લડ બેન્કમાં હાલમાં રોજની સાતથી આઠ પ્લાઝમા ફેરેસીસ પ્રોસિઝર કરવામાં આવે છે. બ્લડ ડોનેશનમાંથી પણ સીસીપી મેળવવામાં આવે છે. શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં 987 જેટલા પ્લાઝમા યુનિટ કલેક્ટ કરવામાં આવ્યા છે. જેને પીડીયુ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં પણ જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે છે.