ETV Bharat / state

ગોંડલના એક ગામમાં સગીરા પર દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાઈ - રાજકોચ સમાચાર

ગોંડલમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારની સગીર દિકરી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું તેમજ આરોપી પીડિતાનું અપહરણ કરીને લઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

Rajkot
Rajkot
author img

By

Published : Mar 12, 2021, 8:44 PM IST

  • ગોંડલમાં સગીરા પર દુષ્કર્મની ઘટના
  • સગીરાને આરોપી અપહરણ કરીને લઈ ગયો હતો
  • અપહરણ કરીને 2.5 માસ સુધી કર્યું હતું દુષ્કર્મ

રાજકોટ : જિલ્લાના ગોંડલ તાલુકામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગોંડલ તાલુકાના એક ગામે ખેત મજૂરી કરતા પરિવારની સગીર વયની દિકરીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ ગુજરવામાં આવ્યું હતું. રાકેશ ડામોર નામના મધ્યપ્રદેશના વ્યક્તિએ સગીરાને લગ્નની લાલચ આપી હતી. તેમજ સગીરાનું અપહરણ કરીને મધ્યપ્રદેશ લઈ ગયો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યાં તેને 2.5 મહિના દરમિયાન સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસ દ્વારા આરોપી ઉપર IPC 376(2)(N), 363, 366, 114 તથા પોક્સો એક્ટ કલમ 4, 6 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહીની તપાસ હાથ ધરી છે. આ ગુનામાં આરોપી રાકેશ ડામોરના કાકાએ પણ મદદગારી કરી હોય તેની સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો. જેની પોલીસ દ્વારા પુછપરછ પણ કરવામાં આવી હતી.

પીડિતાના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

આ પીડિત સગીરાનું અપહરણ 18 જાન્યુઆરીના રોજ થયું હતું. તેમ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના PSI પરમારે જણાવ્યું હતું. પીડિતાનું અપહરણ કરીને અઢી મહિના સુધી દુષ્કર્મ કર્યા બાદ આરોપી પીડિતાને તેના માતા પિતા પાસે મૂકી ગયો હતો. જે બાદ પીડિતાના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના CPI કે. એન. રામાનુજ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં પોલીસ સામે સગીરાએ નોંધાવી ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.