સુરત : આઇસ્ક્રીમ આઈસ ડીશ બાદ હવે સુરત શહેરમાં પનીરના સેમ્પલ પણ ફેઇલ આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા તારીખ ત્રણ મેના રોજ 15 દુકાનોમાંથી પનીર સેમ્પલ લેવામાં આવ્યા હતાં. તેમાંથી 10 દુકાનોના સેમ્પલ ફેઇલ થયા છે. પનીર બનાવવા માટે આ વિક્રેતાઓએ એનિમલ ઓઇલ સહિત અન્ય ઓઇલ વાપર્યું હોવાનું બહાર આવ્યું છે.
240 કિલો પનીરનો નાશ : સુરત મહાનગરપાલિકાને અનેક ફરિયાદ મળી હતી કે કેટલાક દુકાનદારો હલકી કક્ષાના ગુણવત્તા ધરાવનાર પનીર વેચી રહ્યા છે. ફરિયાદ બાદ પાલિકાએ 15 ડેરી, આઈસ્ક્રીમ પાર્લર અને દુકાનો તેમજ ડેરી ફાર્મમાંથી પનીરના નમૂના લઇ તેને લેબમાં ટેસ્ટીંગ માટે આપ્યાં હતાં. રિપોર્ટમાં 10 દુકાનોના સેમ્પલ ફેઇલ થયા છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ પનીર ખાવાલાયક નથી. જેથી પાલિકા દ્વારા 240 કિલો પનીરનો નાશ કરાયો હતો.
240 કિલો પનીરનો નાશ કરવામાં આવ્યો છે સાથે કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પનીર જે સબસ્ટાન્ડર્ડ આવ્યું છે. ગુણવત્તા 50 ટકાથી પણ ઓછી છે. આ ઉપરાંત જેમ પનીર મિલ્ક પ્રોડક્ટમાંથી બનાવવામાં આવતું હોય છે એની જગ્યાએ એનિમલ ઓઇલ અન્ય પ્રકારની ઓઇલમાંથી બનાવવામાં આવેલું હોવાનું જણાઇ આવેલું છે. આ તમામ સંસ્થા સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે...પ્રવીણ ઉમરીગર (આરોગ્ય અધિકારી)
લેબ ટેસ્ટ સેમ્પલ ફેઇલ : આ દુકાનના સેમ્પલ ફેઈલ સુરત મહાનગર પાલિકાના ફૂડ સેફટી વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા દુકાનોમાંથી પનીરના સેમ્પલ લીધા હતા. જેમાં દસ સંસ્થાઓના નામ જોઇએ તો ડેરી ફાર્મ (સગરામપુરા), સુરભિ ડેરી સ્વીટ અને આઈસ્ક્રીમ (અડાજણ), સુખસાગર ડેરી(આંજણા), ગોગા માર્કેટિંગ (પર્વત પાટિયા), શ્રીજી ડેરી અને ચોપાટી આઈસ્ક્રીમ (પાંડેસરા, શૈલેષ છગનભાઈ પટેલ (ખટોદરા), શ્રી ગુરુ લાભેશ્વર ડેરી અને મીઠાઈઓ (સરથાણા જકાતનાકા), ઇન્ડિયા ડેરી (ઉધના), જય ગાયત્રી ડેરી અને પાર્લર (ઉગત રોડ), કનૈયા ડેરી ફાર્મ - 1 (મોટા વરાછા)ના લેબ ટેસ્ટ સેમ્પલ ફેઇલ થયા છે.
શિક્ષાત્મક કાર્યવાહી થશે : સુરત મહાનગરપાલિકાના અધિકારીના જણાવાયા અનુસાર ડેરી અને અન્ય દુકાનોમાં ફુટ સેફટી વિભાગના અધિકારીઓએ પનીરના સેમ્પલ્સ લીધા હતાં. તેની ગુણવત્તાની ચકાસણી માટે આ સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યા હતા. 15માંથી 10 જેટલા સેમ્પલ ફેઇલ આવ્યા છે. તે દિવસે જે જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.