રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મોટાભાગે સમર વેકેશન દરમિયાન લોકો ફરવા જવાનું પસંદ કરતા હોય છે. એવામાં સૌરાષ્ટ્રના લોકો હરવા ફરવા અને ખાવા પીવાના શોખીન હોય છે. ત્યારે હવે વિશ્વમાં કોરોનાના કેસ પણ કાબુમાં આવી રહ્યા છે. એવામાં ઉનાળામાં સૌરાષ્ટ્રવાસીઓ આ વખતે જમ્મૂ કાશ્મીર, શિમલા અને કુલુમનાલી જેવા શહેરોમાં જવાનું પસંદ કરી રહ્યા છે.
ઉનાળામાં હોટ ફેવરિટ સ્થળો: ખાસ કરીને હાલ ઉનાળાની સીઝન હોય ત્યારે ઠંડા પ્રદેશમાં ફરવા જવાનું મોટાભાગના લોકો પસંદ કરતા હોય છે. એમાં સૌરાષ્ટ્રવાસીઓ પણ ઉનાળાના વેકેશનને લઈને હાલ ઠંડા પ્રદેશોમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેના માટે લોકોએ બુકિંગ પણ કરાવી લીધું છે. ઉનાળા વેકેશનમાં ખાસ કરીને લોકો સીમલા, કુલુ મનાલી, જમ્મુ કાશ્મીર સહિતના પ્રદેશોમાં જવાનું પસંદ કરી રહ્યા છે. જ્યારે દર વખતે સૌરાષ્ટ્રમાંથી અંદાજિત 50થી 60 ટકા જે લોકો આર્થિક રીતે સક્ષમ છે તે ફરવા માટે જતા હોય છે.
આ પણ વાંચો: ફોરેન ડેસ્ટિનેશનને પણ ટક્કર મારે એવા ભારતના હનિમૂન પોઈન્ટસ
અન્ય દેશોમાં જવાનો ક્રેઝ વધ્યો: આ અંગે રાજકોટમાં મહાવીર ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સી ધરાવતા આકાશ વોરાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાસ કરીને સૌરાષ્ટ્રના અલગ અલગ ડેસ્ટિનેશન ઉપર વિકેન્ડ પર તો મોટાભાગે લોકો જતા હોય છે. જેમાં સાસણ, દીવ દ્વારકા ખાતે શિવરાજપુર બીજ તેમજ હાલમાં નિર્માણ પામેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ મોટા પ્રમાણમાં લોકો ફરવા માટે જઈ રહ્યા છે. એવામાં અન્ય દેશોની વાત કરવામાં આવે તો દુબઇ, સિંગાપુર, થાઈલેન્ડ, બાલી ખાતે હાલ લોકો ફરવા માટે જઈ રહ્યા છે. જ્યારે કોરોના હતો તે દરમિયાન અન્ય દેશોમાં જવાનું લોકો ટાળતા હતા પરંતુ હવે કોરોનાના કેસ કાબુમાં આવી ગયા છે. જેને લઇને હવે અન્ય દેશોમાં પણ જવાનું લોકો પ્લાનિંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Ice cream price: તાપમાન વધ્યું ને આઈસ્ક્રીમની માંગમાં તેજી, 20થી 40 ટકા જેટલા ઉત્પાદનમાં વધારો
કોરોના બાદ ટુર એન્ડ ટ્રાવેલ એજન્સીનો ધંધો ખુલ્યો: જ્યારે કોરોનાને લઈને આકાશે વધુમાં જણાવ્યું હતું કે કોરોના દરમિયાન ટુર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો ખૂબ જ ભાંગી પડ્યો હતો. એવામાં કોરોનાના કેસ કાબુમાં આવ્યા બાદ પણ સૌથી છેલ્લે આ ધંધો શરૂ થયો છે અને હવે ટ્રેક ઉપર આવ્યો છે. વર્ષ 2022માં લોકો સાતમ આઠમ અને દિવાળીમાં મોટી સંખ્યામાં ફરવા માટે ગયા હતા અને ટૂર એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાયને આ બન્ને તહેવાર ફળ્યા હતા. ત્યારબાદ હવે લોકોનું ફરવાનું પણ સતત ચાલુ જોવા મળી રહ્યું છે. એવામાં હવે ઉનાળો આવ્યો છે એટલે સમર વેકેશનમાં પણ લોકો ફરવા જવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છે.