રાજકોટ: જેતપુર નગરપાલિકાના સદસ્યના પુત્ર જીગ્નેશ વિનુભાઈ કંડોરીયાએ 25 વર્ષની વયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર દવા પી આત્મહત્યા કરી હતી. મૃતક જીગ્નેશના માતા અને ભાભી જેતપુર નગરપાલિકાના સદસ્ય છે. આત્મહત્યાનુ કારણ અકબંધ રહ્યું છે.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આત્મહત્યા મામલે વધુ તપાસ હાથ ધરી છે.