સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા એવા રાજકોટમાં ગુન્હેગારો બેફામ બન્યા છે. ત્યારે રાજકોટમાં એક હાઈપ્રોફાઈલ કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. રાજકોટના રામધામ શેરી નંબર 6માં આવેલા કમલ નામના રહેણાંક મકાનમાં બહારથી ગ્રાહકો બોલાવીને કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે તેવી બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડી એક મહિલા સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.
આ સાથે જ પોલીસે ઈસમો પાસેથી રૂપિયા 11 હજાર રોકડા અને 5 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.